Lifestyle: શું તમને પણ ગાર્ડનિંગ (Gardening)નો શોખ છે? તો તમે તમારા આંગણે ફૂલ-છોડ (Plants) અવશ્ય વાવ્યાં હશે! હવે તમારા એ કલેક્શનની શોભા વધારતો એક છોડ વાવી દો જેનું નામ છે જાસૂદનો છોડ! એને સરળતાથી ઉગાડવા માટેની કેટલીક ટિપ્સ (Tips) અમે તમારી સાથે શૅર કરવા જઇ રહ્યાં છીએ…

વિશ્વમાં સર્વશ્રેષ્ઠ કલાકાર કુદરત (Nature) છે અને એણે જાસૂદમાં પણ ભાત-ભાતના રંગો પૂર્યા છે! લાલ, ગુલાબી, પીળા, નારંગી, સફેદ વગેરે રંગોમાં જાસૂદ (Hibiscus Flower) જોવા મળે છે. ગણપતિજી (Lord Ganesha)ને આ ફૂલ ચડાવવાથી એ પ્રસન્ન થાય છે એવી માન્યતા છે. તો પછી ઘરે જ આ છોડ કેમ ના ઉગાડીએ? ઘરે ક્યારામાં કે કૂંડામાં વાવીને એના ફૂલોને પ્રભુને સમર્પિત કરો. આ ઉપરાંત, જાસૂદના ફૂલોના અનેક ઉપયોગો પણ છે એ વિશે પણ આ લેખમાં જણાવીશું. તો ચાલો જાણીએ, જાસૂદ વાવવાની પદ્ધતિ અને ટિપ્સ વિશે વિસ્તૃતપણે…

જાસૂદ શી રીતે વાવશો?
જાસૂદનો છોડ ઉગાડવા માટે તમને એક મોટી સાઇઝના કૂંડા (Pot)ની જરુર પડશે. આ કૂંડામાં તમારે કરકરી માટી, રેતી અને વર્મીકમ્પોસ્ટ (Vermicompost) કે પછી છાણીયું ખાતર વગેરે મિક્સ કરી લેવા. અંતે, આ કૂંડામાં જાસૂદના બીજ વાવી દેવા અને પાણી છાંટીને તાપમાં રાખવું આ છોડ સ્વસ્થ રહે એ માટે તમારે દર મહિને પોટૅશિયમયુક્ત ખાતર (Pottasium mixed Fertilizer) અવશ્ય ઉમેરતાં રહેવું જોઇએ.

આ ટિપ્સથી છોડની માવજત કરો
દરરોજ આ છોડવાના પાંદડા અને મૂળને સાફ રાખવાનો પ્રયાસ કરવો. આ ઉપરાંત, જાસૂદનો છોડ 6 થી 8 કલાક તાપ (Sunlight)માં રાખવો જરુરી છે. એને ઘણું વધારે પાણી ન આપવું જોઇએ પણ જ્યારે એની માટી સૂકાયેલી જણાય ત્યારે જ પાણી (Water) આપવાનું રહેશે. સમયાંતરે, એની કાંટ-છાંટ કરવી જોઇએ અને છોડમાં કીડા કે ફૂગ ન લાગે એ માટે લીમડાનું તેલ (Neem Oil) સ્પ્રે કરવું જોઇએ.
જાસૂદના ફૂલના ફાયદા
જાસૂદના ફૂલમાં તમારા વાળને સ્વસ્થ રાખવાના તમામ ગુણ સમાવિષ્ટ છે. હૅર હૅલ્થ (Hair Health)ને સુધારવા માટે જાસૂદના ફૂલોનો ઉપયોગ કરવો જોઇએ. વળી, ત્વચા સંબંધી સમસ્યાઓ (Skin Problems)થી છૂટકારો મેળવવા માટે પણ જાસૂદના ફૂલો ઉપયોગી છે. જો કે, આ ફૂલોનો પ્રયોગ કરતા પહેલા એ વિશેની પૂરતી જાણકારી હોવી અને નિષ્ણાતની સલાહ લેવી જરુરી છે.
આ પણ વાંચો:ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…
આ પણ વાંચો:ઘરે બનાવો ખસ્તા કરારી આલુ-પ્યાજ કચોરી, આ રેસિપીને ફૉલો કરો…
આ પણ વાંચો:મખાના અને કોપરાના લાડુ બનાવો, નબળાં હાડકાંને મજબૂત બનાવો, ફૉલો કરો આ રેસિપીને…

