Lifestyle/ મખાના અને કોપરાના લાડુ બનાવો, નબળાં હાડકાંને મજબૂત બનાવો, ફૉલો કરો આ રેસિપીને…

તમારા સાંધાઓમાં દુ:ખાવો રહેતો હોય તો પણ આ સુપરફૂડ તમને ઘણો ફાયદો પહોંચાડી શકે છે અને એ છે કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને પોટૅશિયમથી ભરપૂર એવા મખાના!

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: જો તમારા હાડકાં નબળાં પડી ગયા હોય અને શરીરમાં કોઇ જાતની શક્તિ ન જણાતી હોય (Weak Bones & Energy Loss), પોતાને થાકેલાં-પાકેલાં મહેસૂસ કરતા હો તો તમારે તમારા આહાર (Diet) પર ધ્યાન આપવાની જરુર છે. પૂરતી ઊંઘ લીધા પછી પણ જો તમને આળસ આવતી હોય, શરીર સુસ્તીનો અનુભવ કરતું હોય તો આ અનોખા સુપરફૂડ (Super Food)ને તમારા આહારમાં સામેલ કરવાથી તમારી આ તકલીફો દૂર થઇ જશે.

મખાના ખાવાના ફાયદા

તમારા સાંધાઓમાં સતત દુ:ખાવો રહેતો હોય (Joints Pain) તો પણ આ સુપરફૂડ તમને ઘણો ફાયદો પહોંચાડી શકે છે અને એ છે કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને પોટૅશિયમ (Calcium, Phosphorus, Potassium Minerals) જેવા ખનીજોથી ભરપૂર એવા મખાના! આ એક એવો અદ્ભૂત કુદરતી સ્ત્રોત છે જે તમારા હાડકામાં પ્રાણ ફૂંકવાનું કાર્ય કરશે. વાસ્તવમાં, મખાના એક એવું સુપરફૂડ છે જે, અનેકવિધ પોષક તત્વો (Nutrition)થી સભર છે અને આપણા શરીરને સુપર એક્ટિવ બનાવી દે છે. વળી, એના ગુણ અનેક છે જેથી એ શરીરને ઊર્જાથી તરબતર કરી દે છે. આ ઉપરાંત, એમાં રહેલું ફાઇબર (Fiber) પાચન સુધારે છે અને થાકને ગાયબ કરી દે છે. આયુર્વેદ (Ayurveda) અનુસાર, મખાનાનું સેવન સંધિવાત, ગઠિયાની પીડા, શારીરિક નબળાઇ તથા હૃદયનું સ્વાસ્થ્ય બહેતર કરવા ઉપરાંત, ઊંઘ ન આવવાની સમસ્યા (Insomnia)નું પણ સમાધાન એના સેવનથી થઇ શકે છે. ત્વચા (Skin) માટે પણ એ ફાયદાકારક છે અને કરચલીઓથી છૂટકારો મેળવવા માટે પણ એને તમારે આહારમાં સામેલ કરવા જોઇએ. અમે તમારા માટે એક અત્યંત સ્વાદિષ્ટ રેસિપી (Recipe) લઇને આવ્યા છીએ જે આ ગુણકારી મખાના અને નારિયેળમાંથી તૈયાર કરી શકાય છે અને એ છે હૅલ્ધી અને સ્વાદિષ્ટ એવા લાડુ! તો ચાલો જાણીએ, કે પોષક તત્વોનો ખજાનો એવા મખાના-કોપરા લાડુ (Makhana-Coconut Laddu) કેવી રીતે તૈયાર કરીશું?…જાણીએ, એની સામગ્રી અને બનાવવાની વિધિ અંગે…

મખાના અને કોપરાના લાડુ શી રીતે બનાવશો?

મખાના અને કોપરાના લાડુ બનાવવા માટે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

150 ગ્રામ મખાના

100 ગ્રામ સૂકા કોપરાનું છીણ

2 કપ સમારેલો ગોળ

2 મોટી ચમચી ઘી

સૂકા મેવાની કતરણ (કાજુ, બદામ, પિસ્તા, કિશમિશ)

1 કપ પાણી

1/2 ચમચી ઇલાયચીનો ભૂકો

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ગૅસ પર એક જાડા તળિયાવાળું પૅન મૂકો. જ્યારે એ ગરમ થાય ત્યારે એમાં 2 મોટી ચમચી ભરીને ઘી નાખો.

2. ઘી ગરમ થાય એટલા એમાં 150 ગ્રામ મખાના નાખો અને ધીમા તાપે સારી રીતે શેકી લો.

3. હવે મખાના સોનેરી રંગના થાય એટલે કાઢી લો. હવે એ જ પૅનમાં અડધી ચમચી જેટલા ઘીમાં તમારા મનપસંદ ડ્રાયફ્રુટ્સ (Dry-Fruits) ઉમેરો જેવા કે, કાજુ, પિસ્તા, બદામ, કિશમિશ વગેરે, અને એમને સારી રીતે હળવા તાપે શેકી લઇને પ્લેટમાં કાઢી લો.

4. ત્યારબાદ, એ જ પૅનમાં અડધી ચમચી ઘીમાં 100 ગ્રામ સૂકા કોપરાનું છીણ (Dry Coconut Powder) પણ શેકી લો. એને પણ પ્લેટમાં કાઢી લો.

5. હવે એ પૅનમાં 2 કપ ગોળ (Jaggery) ઉમેરો અને એ સહેજ પીગળે એટલે એમાં 1 કપ પાણી ઉમેરો.

6. ગોળની ચાસણી બને ત્યાં સુધી શેકેલી તમામ સામગ્રીને વારાફરતી મિક્સરમાં પાઉડર ફૉર્મમાં પીસી લેવી.

7. ગોળની ચાસણી (Gud Chashni) થોડી ઘટ્ટ બને એટલે એમાં આ પીસેલા મિશ્રણને એક પછી એક ઉમેરતા જઇને સારી રીતે હલાવી લેવું. ગૅસની ફ્લેમ ધીમી રાખવી.

8. અંતે, સરસ ફ્લેવર અને સુગંધ માટે ગૅસ બંધ કરીને એમાં ઇલાયચીનો ભૂકો નાખીને હલાવી લેવું.

9. આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો અને હળવું ઠંડુ થાય એટલે એમાંથી ગોળ આકારના નાના-નાના લાડુ બનાવી લેવા. તો ખાવા માટે તૈયાર છે, સ્વાદ અને પોષણથી સભર એવા મખાના-કોપરાના લાડુ!

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!

આ પણ વાંચો:ડિનરમાં ભાત ખાવા કે પછી ઘઉંની રોટલી? સ્વાસ્થ્ય અને ગાઢ નિંદ્રા માટે શું યોગ્ય છે જાણો…