UP Crime News 2026: ઉત્તર પ્રદેશના કાનપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે દરેક પરિવાર માટે લાલબત્તી સમાન છે. ઘરની એક નાનકડી બેદરકારીએ એક યુવતીને મૃત્યુના ઉંબરે લાવીને ઉભી કરી દીધી હતી. ઉન્નાવની રહેવાસી એક યુવતીએ ભૂલથી કોલ્ડ ડ્રિંકની બોટલમાં રાખેલું તેજાબ (એસિડ-Acid) પી લીધું હતું, ત્યારબાદ તેની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી.
8 મહિના સુધી ચાલી જિંદગી અને મોતની જંગ
યુવતીએ જેવું તેજાબ પીધું કે તરત જ તેનું ગળું અને અન્નનળી (Food Pipe) ખરાબ રીતે દાઝી ગયા હતા. સ્થિતિ એટલી ગંભીર હતી કે તે ખોરાક તો ઠીક, પાણી પણ ગળી શકતી નહોતી.
સતત ભૂખ અને નબળાઈને કારણે યુવતીનું વજન ઘટીને માત્ર 29 કિલો રહી ગયું હતું.
તેજાબને (Acid) કારણે યુવતીની અન્નનળી સાંકડી થઈ ગઈ હતી, જેના કારણે કંઈ પણ ખાતી વખતે તેને અસહ્ય પીડા થતી હતી.
તબીબોએ કેવી રીતે આપ્યું નવું જીવન? (Acid )
કાનપુરની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ગેસ્ટ્રો વિભાગના વડા ડૉ. અને તેમની ટીમે યુવતીની જટિલ સારવાર શરૂ કરી:
લગભગ 8 મહિના સુધી એન્ડોસ્કોપી દ્વારા અનેક વખત ‘ડાયલેટર’ પ્રક્રિયા કરવામાં આવી, જેનાથી સંકોચાઈ ગયેલી અન્નનળીને ધીમે-ધીમે પહોળી કરવામાં આવી.
લાંબી સારવાર અને દવાઓ બાદ હવે યુવતીનું વજન વધીને 45 કિલો થયું છે અને તે સામાન્ય રીતે ખાવા-પીવા સક્ષમ બની છે.
તબીબોની ગંભીર ચેતવણી: ઘરે ન કરો આ ભૂલ
આ કિસ્સા બાદ ડૉક્ટરોએ સામાન્ય જનતાને એક ખાસ અપીલ કરી છે:
ક્યારેય પણ તેજાબ, (Acid)ટોયલેટ ક્લીનર કે અન્ય હાનિકારક કેમિકલને પાણી કે કોલ્ડ ડ્રિંકની ખાલી બોટલોમાં ન ભરો.
આવા કેમિકલ હંમેશા બાળકોની પહોંચથી દૂર અને સુરક્ષિત જગ્યાએ રાખો.
ઘણીવાર લોકો તરસ લાગે ત્યારે બોટલમાં શું છે તે જોયા વગર પી લેતા હોય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.



