સોમવારે મોડી રાત્રે યુપીનાં ઉન્નાવ જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હમણાં સુધી, સ્ત્રીઓ અને મહિલાઓ પર એસિડ એટેકનાં કેસો સંભળાયા હતા, પરંતુ હવે આવુ કૃત્ય એક યુવતીએ કર્યુ છે. જે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે.

જણાવી દઇએ કે, એકતરફી પ્રેમમાં પાગલ બનેલી યુવતીએ પોતાનો પ્રેમ ન મળતા એક એવુ પગલુ ભર્યુ કે જેને સાંભળી સૌ કોઇ ચોંકી ગયા છે. આપને જણાવી દઇએ કે, એક તરફી પ્રેમમાં મહિલાએ દુકાન પર બેઠેલા એક યુવાન પર એસિડ ફેંકી દીધુ હતુ. યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા અલ્પસંખ્યક છે જ્યારે યુવક હિન્દુ છે.

મળતી માહિતી મુજબ, મૌરાવાં પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગોનામઉ ગામનો રહેવાસી 25 વર્ષીય રોહિતકુમાર પુત્ર મહાદેવ યાદવ ભવાનીગંજમાં દૂધની ડેરી ચલાવે છે. સોમવારે રાત્રે બે વાગ્યે રોહિત ટેન્કર પાસે દૂધ મોકલ્યા બાદ ડેરીની સફાઇ કરી રહ્યો હતો. તે દરમિયાન ગામમાં તેના પાડોશમાં રહેતી એક અન્ય ધર્મની મહિલા તેની પાસે ડેરી પર આવી હતી અને રોહિત પર અચાનક જ એસિડ ફેંકી દીધુ હતુ. આ ઘટનામાં રોહિતની છાતી, ગળુ, કાન અને પીઠ ગંભીર રીતે દાઝી ગઇ હતી.

રોહિતની ચીસો સાંભળીને તેનો પરિવાર પણ તેની પાસે દોડી આવ્યો હતો. રોહિતને ગંભીર હાલતમાં જોઇ પરિવારે જલ્દીથી લખનઉની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કર્યો હતો. બાતમીનાં આધારે પહોચેંલી પોલીસે યુવતી, તેની માતા અને પિતાને કસ્ટડીમાં લઈ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ કહે છે કે આ મામલામા એકતરફી પ્રેમનો લાગી રહ્યો છે.
પૂછપરછ દરમિયાન તે મહિલા રોહિતની પાછળ પાંચ મહિનાથી પડી હોવાનું બહાર આવ્યું હતું. તે રોહિતનાં ઘરની બહાર નિકળતા અને તેની પાછળ ડેરીમાં જતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતીએ પ્રેમ વ્યક્ત કર્યો હતો, જેને રોહિતે નકારી દીધો હતો. આથી ગુસ્સે થઈને તેણે રોહિત પર એસિડ હુમલો કર્યો. પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે વાસણો સાફ કરવાના બહાને તેણે એક દિવસ અગાઉ રોહિતનાં ઘરેથી એસિડ લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
