Airline News/ આ એરલાઈન 1000 મહિલા પાઈલટની કરશે નિમણૂંક

દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો એરલાઈને એક મોટી જાહેરાત કરી છે. એરલાઇન કંપનીએ તેના કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે.

India Trending

Indian Airline News:  દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો એરલાઈને (Indigo Airlines) એક મોટી જાહેરાત કરી છે. એરલાઇન કંપનીએ તેના કર્મચારીઓમાં (officers) મહિલાઓ (Women)ની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. ઈન્ડિગો (Indigo)એ 1000 મહિલા પાઈલટની નિમણૂકની જાહેરાત કરી છે. એરલાઈન કંપનીએ એક વર્ષમાં મહિલા પાઈલટની સંખ્યા 1000થી ઉપર લઈ જવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં એરલાઈન (Airline)માં 800 થી વધુ મહિલા પાઈલટ છે, જે કુલ પાઈલટો (pilots)ની સંખ્યાના માત્ર 14 ટકા છે.

મહિલા કાર્યબળ વધારવા પર ધ્યાન

ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર સતત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. વધતા એવિએશન સેક્ટરને જોતા કંપની મહિલા પાઈલટો (Women pilots)ની સંખ્યા વધારવા પર ધ્યાન આપી રહી છે. ઈન્ડિયોએ જાહેરાત કરી છે કે તેના વર્કફોર્સમાં ટૂંક સમયમાં 1000 થી વધુ મહિલા વર્કફોર્સનો સમાવેશ થશે. આનો અર્થ એ છે કે ઈન્ડિગોમાં ટૂંક સમયમાં જ મહિલા પાઈલટને મોટા પાયે નોકરી મળવાનું શરૂ થશે ઈન્ડિગો તેના કાફલા અને નેટવર્કને વિસ્તારી રહી છે.

Women pilots: Why India produces twice as many women airline pilots as the US - The Economic Times

મહિલા પાયલોટની ભરતીમાં વધારો

ઈન્ડિગો એક વર્ષમાં 1000 થી વધુ મહિલા પાઈલટને સામેલ કરવાનું લક્ષ્ય રાખે છે. વિવિધતા અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોના ભાગરૂપે, એરલાઇન કંપની ઇન્ડિગોએ આવતા વર્ષ સુધીમાં તેના કર્મચારીઓમાં મહિલા પાઇલટની સંખ્યા વધારીને 1,000થી વધુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. એરલાઇન, જે તેના કાફલા અને નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે, તેની પાસે હાલમાં 800 થી વધુ મહિલા પાઇલોટ્સ છે.

IndiGo offers domestic flights starting at Rs 999 on select routes - BusinessToday

એન્જિનિયરિંગમાં મહિલાઓની સંખ્યા વધી

ઈન્ડિગોના ગ્રૂપ ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર સુખજિત એસ પસરિચાએ જણાવ્યું હતું કે, એરલાઈન એન્જિનિયરિંગ અને ફ્લાઈટ સ્ટાફ સહિત દરેક ક્ષેત્રમાં કામ કરીને વ્યાપક રીતે સમાવેશને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે કહ્યું કે અમે દરેક કાર્યક્ષેત્રમાં વિવિધતા અને સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અમે આ માટે 360 ડિગ્રીનો અભિગમ અપનાવીએ છીએ. એન્જિનિયરિંગમાં મહિલાઓની એકંદર સંખ્યા લગભગ 30 ટકા વધી છે. તેમના મતે ઈન્ડિગોમાં સૌથી વધુ મહિલા પાઈલટ છે જે હવે 800થી વધુ થઈ ગઈ છે.

22% More Women Pilots In 2023: Statistics | Her Circle

2025 સુધી મહિલા પાઈલટ વધારવાનું લક્ષ્ય

કંપનીમાં લગભગ 14 ટકા મહિલા પાઈલટ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ સાતથી નવ ટકા મહિલા પાઈલટ છે. તેમણે કહ્યું કે અમે એક વર્ષમાં (ઓગસ્ટ, 2025 સુધીમાં) 1,000 મહિલા પાઈલટોની સંખ્યાને પાર કરીશું. દરરોજ 2,000 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરતી એરલાઇનમાં હાલમાં 5,000 થી વધુ પાઇલોટ્સ છે. બુધવારે, ઇન્ડિગોએ દેશની આઝાદીના 77 વર્ષની ઉજવણી કરવા માટે તેના એરબસ અને એટીઆર એરક્રાફ્ટ માટે 77 મહિલા પાઇલટ્સને સામેલ કર્યા. એરલાઇનમાં 31 માર્ચ, 2024 સુધીમાં 36,860 કાયમી કર્મચારીઓ હતા, જેમાં 5,038 પાઇલોટ અને 9,363 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અકાસા એરલાઈન્સની દિલ્હીથી મુંબઈ જતી ફલાઈટનું અચાનક અમદાવાદમાં ઉતરાણ, વધુ એક વખત મળી બોમ્બની ધમકી

આ પણ વાંચો: શિકાગો એરપોર્ટ પર ટેકઓફ કરતી વખતે યુનાઈટેડ એરલાઈન્સના વિમાનના એન્જિનમાં લાગી આગ

આ પણ વાંચો: ટાટા ગ્રુપની વિસ્તારા એરલાઈન્સની નવી યોજનાથી હવાઈ મુસાફરી થઈ શકે છે મોંઘી