રાજકોટના 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનો રાજતિલક સમારોહ શરૂ થઈ ચૂક્યો છે.આજથી 3 દિવસ શ્રીધર યજ્ઞશાળામાં ખાસ રાજસૂય યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં ચારેય વેદના મંત્રોની આહુતિ આપવામાં આવશે. 50 જેટલા બ્રાહ્મણો દ્વારા આહુતી આપવામાં આવશે. ભગવાન કૃષ્ણની આજ્ઞાથી પાંડવો દ્વારા આવો રાજસૂય યજ્ઞ કરવામાં આવ્યો હતો.
રાજતિલક નિમિત્તે ખાસ તલવાર રાસનું આયોજન કરાયું હતું.જેમાં તલવાર રાસનો અદભૂત અવકાશી નજારો જોવા મળ્યો હતો.પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ત્રણ હજાર ક્ષત્રિય મહિલાઓએ એકસાથે તલવાર રાસ રજૂ કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો.રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનું નામ ક્ષત્રિય મહિલાઓએ તલવાર રાસ કરીને ઝળહળતું કર્યું છે.
રાજસૂય યજ્ઞથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને મનુષ્ય જીવનમાં ધર્મ પ્રત્યેની લાગણી ઉત્પન્ન થાય છે. રાજગાદી સાંભળતા પહેલા રાજાએ પોતાના રાજ્યની નગરયાત્રા કરવાની હોય છે અને આ પરંપરાને જાળવી રાખી રાજકોટના 17માં ઠાકોર સાહેબ બપોરના સમયે નગરયાત્રાએ નીકળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
