Not Set/ ભાજપનાં સહકારી આગેવાન ચૂંટણીટાણે અંધશ્રદ્ધાનાં ડાકલા વગાડતો કિસ્સો સામે આવ્યો

શ્રદ્ધાનો જો હો વિષય.તો પૂરાવાની શી જરૂર.જી હારંગીલા રાજકોટમાં ચૂંટણીટાણે અંધશ્રદ્ધાનાં ડાકલા વગાડતો કિસ્સો સામે આવ્યો છે.રાજકોટ ભાજપનાં ઉમેદવાર મોહન કુંડારિયાએ કાર્યક્રમમાં ભાગ લીધો.વાત હતી માતાજીનાં માંડવાનાં બે અલગ કાર્યક્રમ યોજાયા.જેમાં એક કાર્યક્રમમાં મોહન કુંડારિયાની હાજરીમાં રાજકોટનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી ભુવાની જેમ ધુણ્યા હતા.વાત અહીંથી અટકતી નથી.પણ બાદમાં અરવિંદ રૈયાણીએ સાંકળ પણ પોતાને મારી હતી.કુંડારિયાની […]

Rajkot

શ્રદ્ધાનો જો હો વિષય.તો પૂરાવાની શી જરૂર.જી હારંગીલા રાજકોટમાં ચૂંટણીટાણે અંધશ્રદ્ધાનાં ડાકલા વગાડતો કિસ્સો સામે આવ્યો છે.રાજકોટ ભાજપનાં ઉમેદવાર મોહન કુંડારિયાએ કાર્યક્રમમાં ભાગ લીધો.વાત હતી માતાજીનાં માંડવાનાં બે અલગ કાર્યક્રમ યોજાયા.જેમાં એક કાર્યક્રમમાં મોહન કુંડારિયાની હાજરીમાં રાજકોટનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી ભુવાની જેમ ધુણ્યા હતા.વાત અહીંથી અટકતી નથી.પણ બાદમાં અરવિંદ રૈયાણીએ સાંકળ પણ પોતાને મારી હતી.કુંડારિયાની હાજરીમાં આ ઘટના બની.વાત અહીંથી અટકતી નથી.તો બીજી ઘટના પણ સામે આવી હતી.

જેમાં માતાજીનાં માંડવાનાં અન્ય એક કાર્યક્રમમાં મોહન કુંડારિયા હાજર રહ્યાં હતા.જેમાં રાજકોટ ભાજપનાં સહકારી આગેવાન ગણાતા બાબુભાઇ નસીતે સાંકળથી ધૂણી પોતાને માર માર્યો હતો.એકબાજુ લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીનાં દિવસો બાકી છે..ત્યારે ભાજપનાં ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાની હાજરીમાં ધૂણવાની અંધશ્રદ્ધાની બે-બે ઘટનાઓ બનતાં કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો..ઉપરાંત જયારે મોહનભાઇ કુંડારિયા પાસે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું ત્યારે તેમણે એવી સ્પષ્ટતા કરી કે હું બાર મહિનામાં 25 વખત માતાજીનાં માંડવામાં ભાગ લઉ છું.આ એક શ્રદ્ધા સાથે જોડાયેલી બાબત છે..તેને રાજકારણ સાથે ના જોડવી જોઇએ.હકીકતમાં એકબાજુ જયારે લોકસભાની ચૂંટણી માથે આવીને પ્રચારનો પડઘમ પોકારે છે..ત્યારે બીજી બાજુ અંધશ્રદ્ધાનાં ડાકલા વગાડતો આ વીડિયો સામે આવ્યો હતો..