Not Set/ ગીરનાર ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી મળી મજૂરની લાશ, તેની સાથે રહેતો બીજો મજૂર થયો ફરાર

રાજકોટ, રાજકોટના જેતપુર ધારેશ્વર આઈટીઆઈની પાછળ આવેલા ગીરનાર ઈન્ડસ્ટ્રીઝ પાર્કના ફાઈબરના કારખાનામાંથી મજૂરની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કારખાનામાં બે પરપ્રાંતિય યુવાનો  રહેતા હતા જેમાના એક મજૂરની લાશ મળી છે જ્યારે બીજો ફરાર છે . સવારે કારખાના માલિક આવતા તેને સમગ્ર માહિતીની જાણ થતા તેને પોલીસને બોલાવી હતી. પોલીસને માહિતી મળતા ઉચ્ચ […]

Gujarat Rajkot Trending

રાજકોટ,

રાજકોટના જેતપુર ધારેશ્વર આઈટીઆઈની પાછળ આવેલા ગીરનાર ઈન્ડસ્ટ્રીઝ પાર્કના ફાઈબરના કારખાનામાંથી મજૂરની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

કારખાનામાં બે પરપ્રાંતિય યુવાનો  રહેતા હતા જેમાના એક મજૂરની લાશ મળી છે જ્યારે બીજો ફરાર છે . સવારે કારખાના માલિક આવતા તેને સમગ્ર માહિતીની જાણ થતા તેને પોલીસને બોલાવી હતી.

પોલીસને માહિતી મળતા ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી અને આરોપી પરપ્રાંતિય યુવકની શોધખોળ હાથ ધરી છે.