Rajkot News/ રાઇડ્સ સંચાલકોએ ફોર્મ ભર્યા નથી અને આયોજકોનો મેળો યોજવાનો દાવો

રાઇડ્સ સંચાલકોએ ફોર્મ ભર્યા નથી. સ્ટોલ માલિકોએ ફોર્મ લીધા છે. નાની ચકરીઓ માટે ફોર્મ ભરવાનું કામ ચાલુ છે. લોકમેળા માટે પ્લેન B તૈયાર કરવામાં આવશે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં દરવર્ષે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જન્માષ્ટમી લોકમેળા અંગે જિલ્લા કલેક્ટરનું નિવેદન: રાઇડ્સ સંચાલકોએ ફોર્મ ભર્યા નથી. સ્ટોલ માલિકોએ ફોર્મ લીધા છે. નાની ચકરીઓ માટે ફોર્મ ભરવાનું કામ ચાલુ છે. લોકમેળા માટે પ્લેન B તૈયાર કરવામાં આવશે.

અગાઉ લોકમેળાનું આયોજન ક્યાં કરવું તે અંગે ચર્ચા થઈ હતી. જ્યારે હાલમાં મેળામાં મનોરંજનના સાધન તરીકે સમી  યાંત્રિક રાઈડ્સનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. 10 દિવસમાં મેળાનું આયોજન કરવાની યોજના બનાવવામાં આવશે. 14 જુલાઈના રોજ, રાજ્ય મેળા સંગઠને રાજકોટમાં મેળાના આયોજન અંગે સાંસદ પુરુષોત્તમ રૂપાલાને દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્ત સાંભળ્યા પછી, સાંસદ રૂપાલાએ મેળા અંગે મોટું નિવેદન આપ્યું હતું. સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ‘મેળાનું આયોજન ફક્ત રાઈડ્સ સાથે જ થવું જોઈએ.’

1983 થી રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે મેળો ભરાય છે. ધીમે ધીમે આ મેળાની લોકપ્રિયતા વધવા લાગી. એટલા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ મેળો ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. શ્રાવણ મહિનાની સપ્તમી અને અષ્ટમી તિથિએ યોજાતા આ મેળામાં માત્ર શહેરીજનો જ નહીં પરંતુ જિલ્લા બહારના લોકો પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના જન્માષ્ટમીનો મેળો પાંચ દિવસ ચાલશે

આ પણ વાંચો:રાજકોટનો લોકમેળો રવિવાર સુધી લંબાયોઃ લોકો રાજીના રેડ

આ પણ વાંચો:રાજકોટ:  25 ફેબ્રુ.ના રોજ બેડી માર્કેટ યાર્ડ ખાતે યોજાશે ગરીબ કલ્યાણ મેળો