India News: દેશની એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર-2026’ આપવામાં આવશે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારનો હેતુ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતા માટે વિશિષ્ટ અને નોંધપાત્ર યોગદાન આપનાર નાગરિકો, સંસ્થાઓ અને સંગઠનોને સન્માનિત કરવાનો છે.
સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર-2026 | Sardar Patel National Unity Award 2026
આ પુરસ્કાર માટે ભારતના કોઈપણ પાત્ર નાગરિક, સંસ્થા અથવા સંગઠન આગામી 31 જુલાઈ, 2026 સુધી ઓનલાઈન નામાંકન અથવા ભલામણ કરી શકશે. અરજીઓ માત્ર www.awards.gov.in પોર્ટલ પર ઉપલબ્ધ નિયત ફોર્મ દ્વારા જ સ્વીકારવામાં આવશે.
કેન્દ્ર સરકારે આ પુરસ્કારની સ્થાપના અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતાના વિચારોને આગળ વધારવાના ઉદ્દેશ સાથે કરી છે. દર વર્ષે સરદાર પટેલ (Sardar Patel)ની જન્મજયંતી નિમિત્તે ઉજવાતા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ એટલે કે 31 ઓક્ટોબરે આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવે છે.
ગૃહ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ પાત્ર નાગરિકો, સંસ્થાઓ અને સંગઠનોને સમયમર્યાદામાં ઓનલાઈન નામાંકન કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી ગુજરાતમાંથી પણ વધુમાં વધુ યોગ્ય ઉમેદવારો આ પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદગી પ્રક્રિયામાં સામેલ થઈ શકે.
આ પણ વાંચો: સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવવાની ધમકી
આ પણ વાંચો: અમદાવાદથી ‘સરદાર એકતા યાત્રા’નો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની એકતાની વિચારધારા યાદ કરી
આ પણ વાંચો: સરદાર પટેલ અને મોદી વિઝનથી સોમનાથની અવિરત આસ્થાની ગાથા
