Ahmedabad News/ સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવવાની ધમકી

Ahmedabadના નવરંગપુરામાં આવેલી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર ફાઈટરો દ્વારા સઘન સર્ચ ઓપરેશન શરૂ.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabadની સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકીથી ખળભળાટ

Ahmedabad Sports Club Bomb Threat: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી જાણીતી સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના સરદાર પટેલ સ્ટેડિયમ નજીક આવેલી ગુજરાત સ્પોર્ટ્સ ક્લબમાં બની હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad : રૂમમાંથી મળી ચિઠ્ઠી

મળતી માહિતી મુજબ ક્લબના એક રૂમમાંથી શંકાસ્પદ ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં બોમ્બ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠી મળતાં જ ક્લબ મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી.

પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ

ઘટનાની જાણ થતાં નવરંગપુરા પોલીસ, બી ડિવિઝન ACP, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમોએ ક્લબના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે તપાસ ચાલુ રાખવામાં આવી છે.

Ahmedabadની સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકીથી ખળભળાટ

વિદેશી મહેમાનો માટે બુક કરાયો હતો રૂમ

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ક્લબનો જે રૂમ ચર્ચામાં આવ્યો છે તે કેટલાક વિદેશી નાગરિકો માટે બુક કરવામાં આવ્યો હતો. રૂમની અંદરથી જ આ ચિઠ્ઠી મળી આવતા સુરક્ષા એજન્સીઓએ મામલાને ગંભીરતાથી લીધો છે.

સમગ્ર મામલે તપાસ ચાલુ

હાલ પોલીસ દ્વારા ચિઠ્ઠી કોણે લખી અને ધમકી પાછળનો હેતુ શું હતો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.સુરક્ષા એજન્સીઓ ક્લબના CCTV ફૂટેજ તેમજ અન્ય ટેક્નિકલ વિગતોના આધારે તપાસ આગળ વધારી રહી છે.


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 15મી ઓગસ્ટના રોજ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાને પકડ્યો

આ પણ વાંચો: વડોદરા કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી