Surendranagar News/ સુરેન્દ્રનગરમાં AIનો ખતરનાક દુરૂપયોગ: યુવતીના ફોટા એડિટ કરી 1.30 લાખની ખંડણી વસૂલાઈ

સુરેન્દ્રનગરમાં AI ટેકનોલોજી (AI Deepfake Case)થી યુવતીના ફોટા એડિટ કરી વાયરલ કરવાની ધમકી આપી રૂ. 1.30 લાખની ખંડણી વસૂલવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે.

Top Stories Gujarat Others Breaking News
AI Deepfake Case:AIથી ફોટા એડિટ કરી બ્લેકમેઇલ !

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં AI ટેકનોલોજીના દુરૂપયોગ (AI Deepfake Case)નો એક ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. જોરાવરનગર વિસ્તારમાં એક કોલેજિયન યુવતીના સોશિયલ મીડિયા પરથી ફોટા મેળવી AI (AI Deepfake Case) ટેકનોલોજીની મદદથી વાંધાજનક રીતે એડિટ કરીને તેને બ્લેકમેઇલ કરવામાં આવી હતી. આરોપીએ યુવતી પાસેથી રૂ. 1.30 લાખની ખંડણી પણ વસૂલ કરી હોવાનું સામે આવ્યું છે.

AI Deepfake Case: AIથી ફોટા એડિટ કરી યુવતીને ફસાવી

મળતી માહિતી મુજબ, વઢવાણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આરોપી યુવકે તેના ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ AI ટેકનોલોજીનો ઉપયોગ (AI Deepfake Case) કરીને ફોટાને અશ્લીલ અને વાંધાજનક રીતે એડિટ કરવામાં આવ્યા હતા.આરોપીએ એડિટ કરેલા ફોટા યુવતીને મોકલી તેને સોશિયલ મીડિયા તેમજ સગા-સંબંધીઓમાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ધમકીઓના કારણે યુવતી ભારે માનસિક તણાવમાં આવી ગઈ હતી.

બદનામીના ડરથી યુવતી આરોપીની બ્લેકમેઇલિંગનો શિકાર બની હતી. આરોપીએ ફોટા ડિલીટ કરવા અને વાયરલ ન કરવાની ખાતરી આપી અલગ-અલગ સમયે નાણાં માંગ્યા હતા. યુવતીએ પહેલા રૂ. 80 હજાર રોકડા આપ્યા હતા અને બાદમાં ઓનલાઈન ટ્રાન્સફર મારફતે કુલ રૂ. 1.30 લાખ ચૂકવ્યા હતા.

જોકે, લાખો રૂપિયા લીધા બાદ પણ આરોપીની માંગણીઓ અટકી નહોતી. સતત વધતી ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ આખરે સમગ્ર ઘટના પોતાના પરિવારને જણાવી હતી.પરિવારે તરત જ જોરાવરનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવક સામે IT Act, બ્લેકમેઇલિંગ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ હવે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે અને તેની પાસેથી મોબાઈલ ફોન તેમજ અન્ય ડિજિટલ પુરાવા કબજે કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.આ ઘટના સોશિયલ મીડિયા પર સક્રિય યુવતીઓ અને યુવાનો માટે ચેતવણીરૂપ બની છે. નિષ્ણાતો લોકો ને પોતાના ફોટા અને વ્યક્તિગત માહિતી ઓનલાઈન શેર કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.


આ પણ વાંચો:AIનો ઉપયોગ કરીને મહિલાની મોર્ફ કરેલા ફોટા બનાવવા અને ફરતા કરવા બદલ તિનસુકિયાના ટેક્નિશિયનની ધરપકડ

આ પણ વાંચો:ગાંધીનગરમાં ટ્રાફિક સિગ્નલ થશે સ્માર્ટ, AI સેન્સરથી વાહનોની ગણતરી થશે

આ પણ વાંચો:ગૂગલ AI સ્ટુડિયો હવે એન્ડ્રોઇડ પર: માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટથી બનાવો એપ્લિકેશન્સ, ગેમ્સ અને AI Tools ટુલ્સ