AI Traffic Management Gandhinagar: ગાંધીનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને જડમૂળથી દૂર કરવા અને સ્માર્ટ સિટીના સપનાને સાકાર કરવા માટે તંત્ર સંપૂર્ણ ‘એક્શન મોડ’માં આવ્યું છે. શહેરના એન્ટ્રી પોઈન્ટ્સ અને હાઈવેને જોડતા મુખ્ય સર્કલો પર વાહનોનું ભારણ સતત વધી રહ્યું છે ત્યારે, હવે તંત્ર દ્વારા વધુ ૩ વ્યસ્ત વિસ્તારોમાં અત્યાધુનિક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ATCS (Adaptive Traffic Control System) સિગ્નલ સિસ્ટમ લગાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

Gandhinagar: કેવી રીતે કામ કરશે આ AI સિસ્ટમ?
હાલના ટ્રાફિક સિગ્નલો પર સમય ફિક્સ હોય છે (જેમ કે 60 સેકન્ડ), ભલે રસ્તા પર ટ્રાફિક હોય કે ન હોય. પરંતુ નવી AI આધારિત સેન્સર સિસ્ટમ લાગ્યા બાદ આખો નજારો બદલાઈ જશે. આ સિસ્ટમમાં લાગેલા સ્માર્ટ કેમેરા અને સેન્સર કઈ દિશામાં કેટલા વાહનો ઉભા છે તેની ચોક્કસ ગણતરી સેકન્ડોમાં કરશે, જેના કારણે ડાયનેમિક ગ્રીન સિગ્નલ કામ કરતું થશે. જો કોઈ એક તરફ વાહનોની લાંબી લાઇન હશે, તો સિગ્નલ આપોઆપ તે દિશાને વધુ સમય માટે ‘ગ્રીન’ કરશે, જેનાથી સમયની મોટી બચત થશે અને ટ્રાફિક ન હોય તેવા સમયે બિનજરૂરી લાલ સિગ્નલ પર ઉભા રહેવાની ઝંઝટમાંથી વાહનચાલકોને મુક્તિ મળશે.
સરગાસણ અને રક્ષાશક્તિ સર્કલ પર ટ્રાફિકથી મળશે રાહત
આ પ્રોજેક્ટમાં ગાંધીનગરના સૌથી વ્યસ્ત ગણાતા સરગાસણ સર્કલ અને રક્ષાશક્તિ સર્કલનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દરરોજ અપ-ડાઉન કરતા હજારો નોકરિયાતો અને મુસાફરો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે. પીક અવર્સમાં જે રીતે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, તેને આ સ્માર્ટ સિસ્ટમ ત્વરિત હલ કરશે.
આ ટેકનોલોજીના અમલથી માત્ર ટ્રાફિક જ નહીં, પરંતુ વાયુ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે અને વાહનચાલકોના કિંમતી ઇંધણની પણ નોંધપાત્ર બચત થશે. ગાંધીનગર ટ્રાફિક પોલીસ અને મનપાના આ પ્રોજેક્ટથી સ્માર્ટ સિટી તરીકે ગાંધીનગરની ઓળખ વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો:ગૂગલ AI સ્ટુડિયોનો મોટો ધમાકો, હવે ફક્ત ‘પ્રોમ્પ્ટ’ લખીને મિનિટોમાં ફુલ-સ્ટેક એપ્સ બનાવો
આ પણ વાંચો:CBI નોટિસ અસલી છે કે નકલી? AI સત્ય ઉજાગર કરશે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો.
આ પણ વાંચો: અમદાવાદ બનશે સ્માર્ટ મોબિલિટીનું હબ, Google સાથે AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત
