Mehsana News: મહેસાણા જિલ્લા(Mehsana)માં દારૂ ભરેલી કારે હિટ એન્ડ રનની ઘટના સર્જી છે. રાજસ્થાનથી દારૂ ભરીને આવી રહેલી કારે સુઠિયા ગામ પાસે બાઇકસવારને ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ કારચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો.
Mehsana : સુઠિયા ગામ પાસે બાઇકસવારને ટક્કર
પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરીને આવી રહેલી કારે સુઠિયા ગામ (Suthia Village)નજીક બાઇકસવારને અડફેટે લીધો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
ખેરાલુ પોલીસ હદમાંથી બિનવારસી કાર મળી
આ ઘટના બાદ ખેરાલુ પોલીસ હદ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. કાર બિનવારસી હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ કારમાંથી દારૂની લૂંટ ચલાવી હોવાની વિગતો સામે આવી છે.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરાર કારચાલકની ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. સાથે જ દારૂનો જથ્થો કોણે મોકલ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વલસાડમાં દારૂ ભરેલી કારમાં લાગી આગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત
આ પણ વાંચો: વડોદરાના ખાનપુર ચોકડી નજીક દારૂ ભરેલી કાર પકડાઈ, 2.90 લાખ રૂપિયાનો દારૂ જપ્ત
આ પણ વાંચો: વડોદરા શહેરમાં વિદેશી દારૂ ભરેલી કારે સર્જયો અકસ્માત
