Vadodara News : વડોદરા શહેરમાં વિદેશી દારૂ ભરેલી કારે અકસ્માત સર્જ્યો હતો. આ બનાવની વિગત મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વિદેશી દારૂ ભરેલી કારે અકસ્માત સર્જયો હતો. જેમાં અકસ્માતગ્રસ્ત ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
અકસ્માત બાદ દારૂ લેવા સ્થાનિકોએ લૂંટ ચલાવી હતી. અકસ્માતનો આ બનાવ એલ એન ટી નોલેજ સીટી પાસે બન્યો હતો. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં દારૂની હેરાફેરી કરનાર ખેપિયાઓની ગાડી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:LCB એ બોલાવ્યો સપાટો, કાર અને દારૂ સહિત 10.20 લાખનો મુદામાલ કબ્જે, 1ની ધરપકડ, 3 ફરાર
આ પણ વાંચો:રાજકોટમાં પોલીસ સ્ટેશનની નજીકમાં જ દેશી દારૂનો બાર મળી આવતા ચકચાર
