Not Set/ વડોદરા/ પોલીસ પર પથ્થરમારો કરનારા 5 આરોપીઓ કોરોનાની ચપેટમાં આવ્યા

વડોદરામાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે, ત્યારે શહેરના કોરોનાગ્રસ્ત વિસ્તાર એવા નાગરવાડામાં પોલીસ પર પથ્થરમારો કરનારા 10 આરોપીઓમાંથી 5 નો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે.. આપણે જણાવી દઈએ કે, નાગરવાળા પાસે આવેલા  કાસમઆલા કબ્રસ્તાન પાસે સોમવારે વહેલી સવારે રમઝાન માસમાં શેરીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઘરે જવાનું કહેતા લોકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ […]

Gujarat Vadodara

વડોદરામાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે, ત્યારે શહેરના કોરોનાગ્રસ્ત વિસ્તાર એવા નાગરવાડામાં પોલીસ પર પથ્થરમારો કરનારા 10 આરોપીઓમાંથી 5 નો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે.. આપણે જણાવી દઈએ કે, નાગરવાળા પાસે આવેલા  કાસમઆલા કબ્રસ્તાન પાસે સોમવારે વહેલી સવારે રમઝાન માસમાં શેરીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઘરે જવાનું કહેતા લોકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો.

પોલીસે આ મામલે 17 આરોપી સામે ગુનો નોંધીને 10 આરોપીની ધરપકડ કરી હતી. અને તેમના કોર્ટમાં રજૂ કર્યાં પહેલા કોરોના વાઈરસના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 5 આરોપીના કોરોના વાઈરસના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.