ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ નો આંક ૩૫૦૦ ને પાર કરી ચુક્યો છે. ત્યારે રાજકોટ માં પણ કોરોના પોઝિટીવની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રાજકોટ નું જંગલેશ્વર કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. આ પરિવાર પણ રાજકોટ ના કોરોના એપી સેન્ટર જંગલેશ્વર શેરી નો જ હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં ક્વોરોન્ટાઇન 16 વર્ષીય તરૂણ શાહીલ દિલદાન બ્લોચનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેના પિતા દિલદાનભાઇને પોઝિટિવ રિપોર્ટ આવતા તેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને પરિવાર ને સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો હતો. ગઇકાલે 27 એપ્રિલના રોજ શાહીલના દાદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યોને પોઝિટિવ કેસ આવતા જંગલેશ્વરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 48 થઇ છે અને ગ્રામ્યનો મળી સંખ્યા 49 થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
