Not Set/ ખુટતાં ઓક્સિજન, રુંધાતા શ્વાસ અને વલખાં મારીને છુટી જતાં પ્રાણ પછી સમજાયું કે વૃક્ષ અને પર્યાવરણની કિંમત કેટલી છે.

આ સાથે અન્ય દાતા હરજીભાઇ વેકરીયાના ખર્ચે બનતા ભવ્ય પ્રવેશદ્વારનું ભુમીપુજન પણ થયું અને યુ. કે. સ્થિત શાન્તાબેન ભુવાના આથિઁક સહયોગથી થયેલ પાણીના ટાંકાનું નવીનીકરણ અને નવા બંધાયેલ સ્ટોર રુમના કામની પણ નોંધ લેવાઇ હતી.

Gujarat Others Trending
  • સુખપરના કોવીડ સ્મશાનમાં વૃક્ષારોપણ કાયઁક્રમ થયો  કોરોનાની આપત્તીમાં પણ શોધ્યો પ્રકૃતિના જતનનો અવસર.
  • કોરોનાને કારણે શરીરને ખુટતાં ઓક્સિજન પછી રુંધાતા શ્વાસ અને વલખાં મારીને છુટી જતાં પ્રાણ પછી લોકોને સમજાયું છે કે વૃક્ષ અને પર્યાવરણની કિંમત કેટલી છે.

ભુજ ના સુખપર ગામે છેલ્લા છ સાત વર્ષથી અનેક પર્યાવરણ પ્રેમી યુવાનોની મહેનતથી વૃક્ષારોપણ અને ઉછેરની પ્રવૃત્તિ ખુબ ફુલીફાલી છે. ત્યારે કોરોના જેવી આપત્તીમાં પર્યાવરણ જતનનો અવસર શોધીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાયઁરત કોવીડ સ્મશાનના રસ્તાની બંને બાજુ મુખ્ય દાતા વાલજીભાઈ વેકરીયા દ્વારા 50 વૃક્ષોના ખચઁ સહિત કુલ 100 જેટલાં દેશી વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે.

છેલ્લા સવા મહિનાથી સ્મશાનમાં થતા અગ્નિસંસ્કાર કાર્યમાં  દરેક રીતે ખુબ ઉપયોગી થયેલાં ગામનાં ત્રણેય સ્વામિનારાયણ મંદિરના પુ. સાંખ્યયોગી (સાધ્વી) બહેનો અને સ્મશાનના કાયઁમાં પ્રત્યક્ષ ઉપયોગી થયેલ અગ્રણીઓ અને કાર્યકર્તા ભાઇઓ બહેનોના શુભ હસ્તે વૃક્ષારોપણનું આ કાર્ય  સંપન્ન કરાયું હતું.

આ સાથે અન્ય દાતા હરજીભાઇ વેકરીયાના ખર્ચે બનતા ભવ્ય પ્રવેશદ્વારનું ભુમીપુજન પણ થયું અને યુ. કે. સ્થિત શાન્તાબેન ભુવાના આથિઁક સહયોગથી થયેલ પાણીના ટાંકાનું નવીનીકરણ અને નવા બંધાયેલ સ્ટોર રુમના કામની પણ નોંધ લેવાઇ હતી.

કોવીડ ગાઇડલાઇનના સંપૂર્ણ  પાલન સાથે કરાયેલ આ સાદાં આયોજનમાં સંઘના જિલ્લા સંપર્ક પ્રમુખ અને લેવા પટેલ યુવક સંઘના કાયઁકર્તા રવજીભાઈ ખેતાણીએ Rss દ્વારા ભુજની લેવા પટેલ અને જી.કે.જનરલ હોસ્પિટલ સહિત કચ્છભરમાં ચાલતાં સેવા કાર્યોની માહિતી આપી હતી અને સ્મશાનના મુખ્ય દાતા એવા ઇંગ્લેન્ડ સ્થિત નારણભાઇ શિયાણીએ સહયોગી થયેલ સૌ દાતાઓ તથા કાયઁકર્તા ભાઇઓ બહેનોએ કરેલ પરિશ્રમ બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી એવું કોવીડ સ્મશાનના સંચાલક અને સંઘના તાલુકા કાયઁવાહ વિરમભાઈ ભુડીયાની યાદીમાં જણાવાયું છે.