શહેરના પરિમલ ગાર્ડન પાસે આવેલા અંડરપાસમાં Accident-death અકસ્માત સર્જાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. વરસાદના કારણે પરિમલ ગાર્ડન અંડરપાસમાં એક્ટીવા સ્લીપ થતા અકસ્માત થયો છે. અકસ્માતમાં યુવાનનું મોત થયું છે. આમ શહેરમાં ચોમાસાના આગમનની સાથે અકસ્માતો પણ થવા લાગ્યા છે. આગામી સમયમાં વરસાદ જોર પકડશે ત્યારે અકસ્માતની ઘટનાઓ વધુ ન બને તે માટે નાગરિકોએ સજાગ રહેવું પડશે.
પરિમલ ગાર્ડન નજીક અંડરપાસમાંથી પસાર થઈ રહેલ Accident-death એક્ટીવા સ્લીપ થતા પાછળ આવી રહેલી પીકઅપ વાન એક્ટીવા ચાલક પર ચડી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ અકસ્માતની ઘટનામાં નૈમિલ શાહ નામના યુવકનું મોત નિપજ્યાનું હોવાની જાણકારી મળી રહી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે.
હાલ અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની Accident-death આગાહીના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના એસજી હાઇવે, ગોતા રાણીપ, ન્યુ રાણીપ, સાબરમતી, વૈષ્ણોદેવી, જગતપુર અને નારણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં વરસાદની સીઝન શરુ થવાની સાથે શહેરનું Accident-death પ્રથમ મોત પણ અકસ્માતના લીધે નોંધાઈ ચૂક્યું છે. વરસાદી સીઝન શરૂ થવાના પગલે અકસ્માતના બનાવો બનતા હોય છે. તેથી વાહનચાલકોએ ચોમાસાની સીઝનમાં વાહન ધ્યાનપૂર્વક ચલાવવું જરૂરી છે. આગામી સમયમાં આ પ્રકારના બનાવો વધુ પ્રમાણમાં ન બને તે માટે તંત્રએ પણ તકેદારી લેવી જરૂરી છે, જે મુજબ રિપેરિંગના કામો ચોમાસા પહેલા જ પૂરા થઈ જાય તે જરૂરી છે.
આ પણ વાંચોઃ Manipur/ PM મોદીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, મણિપુર મુદ્દે વાતચીત
આ પણ વાંચોઃ IND VS WI/ કેપ્ટન રોહિત શર્મા આ 5 ખેલાડીઓને એકસાથે ટીમમાંથી ડ્રોપ કરશે! વિરાટના ફેવરિટ પણ સામેલ છે
આ પણ વાંચોઃ NIA Raid/ જમ્મુ-કાશ્મીરમાં એનઆઇએના છ સ્થળોએ દરોડાઃ અલગતાવાદી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી
આ પણ વાંચોઃ 2024 લોકસભા ચૂંટણી/ 2024માં દેશમાં માત્ર 233 લોકસભા સીટો પર જ લડી શકશે કોંગ્રેસ, આટલા રાજ્યોનું આપવું પડશે બલિદાન !
આ પણ વાંચોઃ Pashupatinath Temple/ નેપાળના વિશ્વ પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાંથી આટલા કિલો સોનું ગાયબ
