Ahmedabad News/ અમદાવાદમાં ઊંઘમાં જ 25 વર્ષના યુવકની કરપીણ હત્યા, બહેનની નજર સામે જ ખેલાયો ખૂની ખેલ

Ahmedabadના વાસણા વિસ્તારમાં 25 વર્ષના હિતેશ મેઘવાલની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. બહેનની નજર સામે જ થયેલી આ હત્યાથી વિસ્તારમાં ભયનો માહોલ છે.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Vasana Murder Case

Ahmedabad Vasana Murder Case: અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. વાસણાના ભરવાડ વાસમાં રહેતા ૨૫ વર્ષીય હિતેશ મેઘવાલ નામના યુવકની મધરાતે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, હિતેશની હત્યા તેની સગી બહેનની નજર સામે જ કરવામાં આવી હતી.

Ahmedabad : શું હતી સમગ્ર ઘટના?

વાસણાના ભરવાડ વાસમાં રહેતો હિતેશ મેઘવાલ ૨૩ માર્ચની રાત્રે પોતાના ઘરની બહાર ખુલ્લામાં પલંગ પર સૂતો હતો. તેની બાજુના જ પલંગ પર તેની બહેન જ્યોતિ પણ સૂતી હતી. રાત્રિના અંદાજે બે વાગ્યાની આસપાસ એક અજાણ્યો શખ્સ તીક્ષ્ણ હથિયાર સાથે ત્રાટક્યો હતો અને ઊંઘી રહેલા હિતેશ પર હુમલો કર્યો હતો.

બહેન જાગી ગઈ, પણ આરોપી નાસી છૂટ્યો

હિતેશ પર જ્યારે હુમલો થયો ત્યારે તેના દર્દનાક અવાજથી તેની બહેન જ્યોતિ જાગી ગઈ હતી. જ્યોતિએ પોતાની નજર સામે જ અજાણ્યા શખ્સને તેના ભાઈ પર હથિયારના ઘા મારતા જોયો. જ્યોતિએ બૂમ પાડીને પૂછ્યું કે, “કેમ મારા ભાઈને મારે છે?” આ સાંભળીને હુમલાખોર ત્યાંથી અંધારામાં નાસી છૂટ્યો હતો.

Ahmedabad Vasana Murder Case

લોહીલુહાણ પથારી અને મોતની ચીસ

હુમલાખોરના ગયા બાદ જ્યોતિએ જોયું તો હિતેશ લોહીલુહાણ હાલતમાં હતો અને શરીરમાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું. જ્યોતિની બૂમો સાંભળી પરિવારના સભ્યો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તપાસીને હિતેશને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ તપાસ તેજ

બનાવની જાણ થતા જ વાસણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વાસણા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. પટેલે જણાવ્યું કે, આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા છે અને આરોપીને પકડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.

મધરાતે બનેલી આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. અજાણ્યા શખ્સે કયા કારણોસર હિતેશની હત્યા કરી તે દિશામાં પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં બુટલેગરના પૌત્રનો આતંક! લો ગાર્ડન પાસે રિવોલ્વર બતાવી વિદ્યાર્થીઓને ધમકાવ્યા

આ પણ વાંચો: અમદાવાદના સરસપુરમાં નશાની હાલતમાં ભાજપના યુવા નેતાનો બખેડો, લોકોએ મેથીપાક ચખાડ્યો

આ પણ વાંચો: ભાજપ મહામંત્રી પ્રકાશ તજા પર જીવલેણ હુમલો, ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં મચી અફરાતફરી