નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આજે NIA Raid જમ્મુ-કશ્મીર ઘાટીમાં લગભગ છ સ્થળો પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલા એક કેસની તપાસના સંદર્ભમાં કરવામાં આવ્યા છે. આજે સવારે સુરક્ષા દળો સાથે એજન્સીની ટીમો બાંદીપોરા, કુલગામ, પુલવામા અને શોપિયાં પહોંચી હતી. રાજ્યના આ ચાર જિલ્લામાં છ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ મંગળવારે, રાજ્ય તપાસ એજન્સીએ NIA Raid શ્રીનગરમાં રાષ્ટ્રવિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓ માટે સોશિયલ મીડિયાના દુરુપયોગના સંબંધમાં ઘાટીના ચાર જિલ્લામાં છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જે વ્યક્તિઓ અને સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી તે વિદેશી સહયોગીઓ સાથે મળીને ઘાટીમાં આતંકવાદ પ્રોત્સાહન આપવાની શંકા છે. શ્રીનગર જિલ્લામાં છ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
SIA અધિકારીના જણાવ્યા અનુસાર, NIA Raid એજન્સીએ કુપવાડા, અનંતનાગ, પુલવામા અને શ્રીનગર જિલ્લામાં છ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. તપાસ એજન્સીએ સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે કેસ નોંધ્યો હતો. આ ઓળખાયેલી સંસ્થાઓ પર આતંકવાદ અને તેના સમર્થનનો પણ આરોપ છે.
અલગતાવાદી પ્રવૃત્તિઓને લઇને જમ્મુ-કાશ્મીર પર NIA Raid એનઆઇએ સતત નજર રાખતી રહી છે. આતંકવાદીઓને થતાં કોઈપણ પ્રકારના સમર્થન પણ તે ચાંપતી નજર રાખી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કોઈપણ પ્રકારનું ઉત્તેજન ન મળે તેવી તેની નેમ છે. તેથી આતંકવાદીઓના ફંડિંગ પર પણ તેની ચાંપતી નજર છે. રાજ્યની શાંતિ પ્રક્રિયાને અવરોધતી બધી જ બાબતો પર તે ધ્યાનથી નજર રાખી રહી છે.
આ પણ વાંચોઃ Heavy Rain/ હિમાચલ પ્રદેશમાં અને હરિયાણામાં ભારે વરસાદના લીધે બધુ જળબંબાકાર
આ પણ વાંચોઃ Rain Forecast/ આ સપ્તાહમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચોઃ Income Tax Return News/ ITR ફાઈલ કરનારાઓ માટે સરકારની જાહેરાત, હવે સાવધાન નહીં તો 5000નો ભરવો પડશે દંડ
આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યના 125 તાલુકામાં વરસાદઃ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં મેઘમહેર
આ પણ વાંચોઃ Delhi Electricity Rate/ રાજધાની દિલ્હીના લોકોને વીજળીનો જોરદાર આંચકો લાગ્યો, કિંમતોમાં 10 ટકા સુધીનો વધારો થશે
