Maharashtra News/ ‘સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવશે’ નાગપુર હિંસાથી ગુસ્સે ભરાયેલા આદિત્ય ઠાકરે ભાજપને પૂછ્યા આ પ્રશ્નો

શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ નાગપુર હિંસા પર મહાયુતિ સરકાર પર નિશાન સાધ્યું છે. તેને કહ્યું કે રાજ્ય સરકારે હિંસાનો સામનો કરવા માટે કોઈ નક્કર પગલાં લીધાં નથી. સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી છે.

Top Stories India Politics

Maharashtra News : શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ મંગળવારે(18 માર્ચ) નાગપુર હિંસા પર મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેને કહ્યું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવવા માંગે છે. તેમણે હિંસાનો સામનો કરવાની સરકારની રીત પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. ઠાકરેએ કહ્યું કે નાગપુર હિંસા પર CMOએ પ્રતિક્રિયા કેમ ન આપી ? સરકાર અને ગૃહ વિભાગને આવી ઘટનાઓ બનતા પહેલા જ તેની માહિતી મળી જાય છે. શું સરકારને આ વાતની ખબર નહોતી ? ઠાકરેએ ભારતની તુલના વિયેતનામ સાથે કરી. તેને કહ્યું કે ભારત કરતા નાનો અને ઓછી વસ્તી ધરાવતો દેશ સતત ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે અને ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં વિશ્વભરમાં નામના મેળવી છે.

મણિપુરમાં 2023 થી હિંસા ચાલી રહી છે, આખું રાજ્ય સળગી રહ્યું છે. શું હવે ત્યાં રોકાણ થશે, શું પ્રવાસન વધશે ? ક્યાંક સરકાર મહારાષ્ટ્રને એ જ દિશામાં લઈ જઈ રહી છે. ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં વિયેતનામ ભારત કરતા 3 ગણું આગળ છે. ભાજપ (BJP) આપણા દેશને જિલ્લાઓ, ધર્મો અને જાતિઓમાં વહેંચવાનું કામ કરી રહી છે. આ પહેલા નાગપુર હિંસા અંગે CM દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન પણ બહાર આવ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે હિંસા યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હતી. પહેલા એક અફવા ફેલાવવામાં આવી કે ધાર્મિક સામગ્રી સળગાવી દેવામાં આવી છે. આ અંગે નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે પણ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

33 પોલીસકર્મીઓ ઘાયલ

ફડણવીસે કહ્યું કે કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી આપી શકાય નહીં. પોલીસકર્મીઓ પર હુમલા સહન કરવામાં આવશે નહીં. હિંસામાં DCP રેન્કના 3 અધિકારીઓ ઘાયલ થયા હતા. 1 ડીસીપી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો છે, 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પાંચ નાગરિકો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એક વ્યક્તિની હાલત ગંભીર છે, તેને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. હિંસાના કેસમાં 5 FIR નોંધાઈ છે, 11 પોલીસ સ્ટેશનના વિસ્તારોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

છાવા ફિલ્મે ગુસ્સો ભડકાવ્યો

ફડણવીસે કહ્યું કે હિંસાના સ્થળે પથ્થરોથી ભરેલી ટ્રોલી મળી આવી છે. તોફાનીઓએ ફક્ત ચોક્કસ ઘરો અને સંસ્થાઓને જ નિશાન બનાવ્યા છે. ગુનેગારો ગમે તે હોય, તેમને છોડવામાં આવશે નહીં. ‘છાવા’ ફિલ્મે ઔરંગઝેબ સામે લોકોનો ગુસ્સો ભડકાવ્યો છે, પરંતુ છતાં પણ મહારાષ્ટ્રમાં બધાએ શાંતિ જાળવી રાખવી જોઈએ. અમે જાતિ કે ધર્મને ધ્યાનમાં લીધા વિના કાર્યવાહી કરીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં