Ahmedabad News: અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. ચાણક્યાપુરી અને જૂના વાડજ પછી હવે અમરાઈવાડીના લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. અમદાવાદમાં ગાળાગાળી ન કરવાનું કહેવાની અદાવત રાખીને એક ટોળાએ અમરાઇવાડીમાં રહેલા વ્યક્તિના ઘર અને તેના વાહન પર તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના ઘટી હતી. જે ઘટનાના તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
આ લુખ્ખા તત્વોને ખુલ્લી તલવાર સાથે ફરતાં જોઈને એમ જ લાગે કે શહેરમાં કાયદા જેવું કંઇ રહ્યું જ નથી. અમદાવાદમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. જેને લઇ શહેરીજનોમાં ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે ગતરાત્રિએ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. જેના તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ વિડીયો વાઇરલ થયા પછી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી અને લુખ્ખા તત્વોને પકડીને તે વિસ્તારમાં ફેરવ્યા હતા.
અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. તેમાં શેઠની ચાલીમાં કેટલાક લુખ્ખા તત્વોએ તલવાર સાથે ત્રાસ ફેલાવ્યો હતો. ત્યારે તલવાર સાથે અરાજક્તા ફેલાવતા આરોપીઓના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેમાં નવલ રાજપૂત નામના વ્યક્તિએ ગાળાગાળી ન કરવાનું કહેતા લુખ્ખા તત્વો તલવાર સાથે આવીને નુકશાન પહોંચાડ્યું હતું.
ઘટનામાં આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ઘૂસી તલવારથી ઘરવખરીને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત લુખ્ખા તત્વોએ ફરિયાદીનું વાહન તોડીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેને લઇ ફરિયાદીએ પોલીસ સમક્ષ 6 શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદની ચાણક્યાપુરી સોસાયટીમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોની પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો: અસામાજિક તત્વો બન્યા બેફામ! સરકારી સ્કૂલમાં આગ ચાંપી