Patan News/ અંગદાનની ઝૂંબેશમાં પાટણના ધારપુરનું પ્રથમ પ્રેરણાદાયી પગથિયું…ત્રણ લોકોને નવજીવન મળ્યું…

પાટણના ધારપુરમાં દિપકભાઈ પરમાર દ્વારા લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતુ અને ત્રણ લોકોને નવજીવન મળ્યું હતું. અહિં સૌપ્રથમ અંગદાન થવાથી માનવતા…

Gujarat Others

Patan News: ગુજરાત રાજ્ય (Gujarat)માં છેલ્લા કેટલાક વર્ષોથી અંગદાન (Organ Donation) અંગે જનજાગૃતિ અને પ્રેરણાદાયી ઝૂંબેશ ચાલી રહી છે. તે અંતર્ગત આજ રોજ, તા. 6 નવેમ્બર 2025ના રોજ, પાટણની જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, ધારપુર (GMERS Hospital, Dharpur, Patan) તરફથી સૌપ્રથમ અંગદાન થવાથી માનવતાની એક અનોખી અને ભાવનાત્મક ઘટના સર્જાઈ છે.

ધારપુરના દિપકભાઈ પરમાર દ્વારા લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતુ અને ત્રણ લોકોને નવજીવન મળ્યું હતું. લીવર ધારપુરથી અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ (IKD) સુધી સુયોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યું હતું.

ધારપુરના દિપકભાઈ ભવાનભાઈ પરમારને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા

ધારપુરના દિપકભાઈ ભવાનભાઈ પરમાર (ઉંમર 55 વર્ષ) ને તારીખ 6 નવેમ્બર ના રોજ બ્રેઇન ડેડ (Brain Dead) જાહેર કરવામાં આવ્યા હતા. આવા દુઃખદ સમયમાં પણ તેમના પરિવારજનો દ્વારા માનવતાના ઉત્તમ આદર્શરૂપે જરૂરીયાતમંદોને નવું જીવન આપી શકે તે માટે અંગદાન કરવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો હતો.

દિપકભાઈ પરમાર દ્વારા લીવર અને કોર્નિયા (Liver and Cornea)નું દાન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે ત્રણ લોકોને નવજીવન મળ્યું છે. આ પ્રક્રિયા દરમિયાન ધારપુર હોસ્પિટલના મેડિસીન વિભાગ, એનેસ્થેશિયા વિભાગ, સર્જરી વિભાગ, નર્સિંગ સ્ટાફ, આર.એમ.ઓ., મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ મેડમ તથા ડીન સાહેબના સંકલિત અને સમર્પિત પ્રયત્નોથી આ માનવતાભર્યું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

IKD કિડની હોસ્પિટલની નિષ્ણાત ટીમ દ્વારા આ અંગદાનની સફળ પ્રક્રિયા

હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને દાનમાં મળેલ લીવર ધારપુરથી અમદાવાદ (Ahmedabad) સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ (IKD) સુધી સુયોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યું હતું.

IKD કિડની હોસ્પિટલની નિષ્ણાત ટીમ દ્વારા આ અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

દિપકભાઈ પરમારના આ પરોપકારી અને પ્રેરણાદાયી નિર્ણયથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિની નવી લહેર પ્રસરી છે. તેમના પરિવારજનોનો આ ઉમદા નિર્ણય અન્ય અનેક પરિવારોને પણ અંગદાન માટે પ્રોત્સાહિત કરશે.

ધારપુર હોસ્પિટલમાં સૌ પ્રથમ સફળતાપૂર્વક અંગદાન

મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ પારુલ શર્માએ જણાવ્યું કે “આજનો દિવસ ધારપુર હોસ્પિટલ માટે ગૌરવનો દિવસ છે. ધારપુર હોસ્પિટલમાં સૌ પ્રથમ અંગદાન સફળતાપૂર્વક થયું છે. ધારપુરના ૫૫ વર્ષીય દીપકભાઈ પરમારના અંગદાનથી માનવતા અને કરુણાનું અનોખું ઉદાહરણ સમક્ષ આવ્યું છે. એમના પરિવારજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ ગુજરાત સરકાર, આરોગ્ય મંત્રી, પ્રમુખ સચિવ, સી.ઈ.ઓ. અને આઈ.કે.ડી.ના સહયોગ માટે હ્રદયપૂર્વક આભાર.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયા બે અંગદાન, માત્ર 12 કલાક કરાયા અંગદાન!

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં 11 મહિનામાં 700 દર્દીઓની પથરીની ઓપરેશન વગર લીથોટ્રીપ્સીથી પેઇનલેસ સારવાર…

આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં ચમત્કાર, મૃત જાહેર કરાયેલા રાજેશ પટેલનું ફરીથી ધબક્યું હૃદય