Ahmedabad News/ સિવિલ હોસ્પિટલમાં 11 મહિનામાં 700 દર્દીઓની પથરીની ઓપરેશન વગર લીથોટ્રીપ્સીથી પેઇનલેસ સારવાર…

સિવિલ હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા વગર, દુખાવા વગર અને ઝીરો સ્કાર સાથે 700 દર્દીઓમાંથી 82 % દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણપણે પથરી દૂર થઇ હતી…

Gujarat Ahmedabad

Ahmedabad News: અમદાવાદની સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગે 11 મહિનામાં 700 દર્દીઓની કિડનીની પથરી લીથોટ્રીપ્સીથી દૂર કરવાનો માઇલસ્ટોન હાંસલ કર્યો છે.

[fvplayer id=”220″]

કિડનીની પથરી તૂટી પરંતુ ચીરો એક પણ નહીં-“ઝીરો સ્કાર”

આધુનિક ટેકનોલોજી અને સિવિલ (Civil Hospital)ના યુરોલોજી વિભાગ (Urology)ના ડોક્ટરોની અનુભવી ટીમના સંયુક્ત પ્રયત્નોથી માત્ર 11 મહિનામાં 700થી વધુ દર્દીઓની કિડની પથરી ની તકલીફ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે — તે પણ શસ્ત્રક્રિયા (Operation) વગર, દુખાવા વગર (Painless Treatment) અને ઝીરો સ્કાર (Zero Scar) સાથે!

કિડની કે મૂત્રમાર્ગની પથરીઓને હાઈ એનર્જી સાઉન્ડ વેવ્સ દ્વારા તોડી દેવાય છે

સિવિલ હોસ્પિટલ ના યુરોલોજી વિભાગ ના વડા ડો. શ્રેણિક શાહે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, લિથોટ્રિપ્સી (Lithotripsy) એ એક અદ્યતન, શરીર ઉપર વાઢકાપ કર્યા સિવાયની, સારવાર પદ્ધતિ છે, જેમાં કિડની (Kidney) કે મૂત્રમાર્ગની પથરીઓને હાઈ એનર્જી સાઉન્ડ વેવ્સ દ્વારા તોડી દેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ ચીરો પડતો નથી, તેથી દર્દીઓ (Patients)ને હોસ્પિટલમાં લાંબો સમય રોકાવું પડતું નથી અને તેઓ ઝડપી સ્વસ્થતા અનુભવે છે..સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ દ્વારા છેલ્લા 11 મહીના માં લિથોટ્રિપ્સીથી ઓપરેશન વગર 700 દર્દીઓની કિડની તેમજ પેશાબની નળીમાં રહેલી પથરી (Kidney Stone) દૂર કરવામાં આવી છે. તમામ દર્દીઓ પીડારહિત સામાન્ય જીવનશૈલીમાં પાછા ફર્યા છે.

700 દર્દીઓમાંથી 82 % દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણપણે પથરી દૂર થઇ હતી

ડૉક્ટર શ્રેણિક શાહે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ 700 દર્દીઓમાંથી 82 % દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણપણે પથરી દૂર થઇ હતી જ્યારે 15.25 % કિસ્સામાં બે વાર લીથોટ્રીપ્સી કરી પથરી દૂર કરવામાં આવી હતી. જેમાં 3 વર્ષથી લઇ 81 વર્ષ સુધીના દર્દીઓની પથરીની તકલીફ દૂર કરાઇ. આ 700 દર્દીઓમાં 497 પુરુષ દર્દી તેમજ 203 સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 185 દર્દીઓમાં 10 mm (મિલીમીટર) સાઇઝની, 323 દર્દીઓમાં પથરીની સાઇઝ ૧૦થી ૧૫ mm તેમજ 192 દર્દીઓ એવા હતા જેમની પથરીની સાઇઝ 15 mm કરતાં પણ વધારે હતી.

કુલ 700 દર્દીઓમાંથી 522 દર્દીઓમાં પથરી કીડનીમાં હતી, જ્યારે 178 દર્દીમાં પથરી મૂત્રવાહિનીના ઉપરના ભાગમાં હતી.

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ વધુમાં વધુ પથરી ના દર્દીઓ ને સિવિલ હોસ્પિટલ માં ઉપલબ્ધ આ સેવા નો લાભ લેવા જણાવ્યુ હતુ.

કિડની ની પથરીની સારવારમાં અમદાવાદ (Ahmedabad)ની સિવિલ હોસ્પિટલ દ્વારા અપનાવવામાં આવેલો ઝીરો સ્કાર અભિગમ એ માત્ર ટેકનોલોજી નહીં પરંતુ કિડનીની પથરી ની તકલીફ ધરાવતા દર્દીઓ ને ઓપરેશન, સ્કાર તેમજ દુખાવા રહિત ની સારવાર આપવાનો એક માનવીય અભિગમ છે તેમ ડૉ. જોષીએ ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય મહિલાએ કરી આત્મહત્યા

આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયા બે અંગદાન, માત્ર 12 કલાક કરાયા અંગદાન!