Ahmedabad News/ અમદાવાદની અસારવા સિવિલના પાર્કિંગમાં ખૂની ખેલ, યુવકને રહેંસી નખાયો

અમદાવાદના અસારવા સિવિલના પાર્કિંગમાં ખૂની ખેલ ખેલાયો છે. એક યુવકને ચાલીમાં કેમ આવ્યો છે કહીને રહેંસી નાખવામાં આવ્યો હતો. તલવારના ઘા ઝીંકી સુરેશ ભીલ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદના અસારવા સિવિલના પાર્કિંગ (Civil Parking) માં ખૂની ખેલ ખેલાયો છે. એક યુવકને ચાલીમાં કેમ આવ્યો છે કહીને રહેંસી નાખવામાં આવ્યો હતો. તલવારના ઘા ઝીંકી સુરેશ ભીલ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. ભાવેશ, મેહુલ અને કરણ નામના આરોપીએ હત્યા કરી હતી. શાહીબાગ પોલીસની હત્યારાઓને ઝડપવા તપાસ શરૂ કરવામાં આવી હતી. શાહીબાગ પોલીસની હત્યારાઓને ઝડપવા તપાસ શરૂ થઈ છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલી આપ્યો છે અને તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. પોલીસનું માનવું છે કે આરોપી હજી પણ શહેર છોડીને ગયો હોય તેવી સંભાવના ઘણી ઓછી છે. પોલીસે મૃતકનો મોબાઇલ ફોન પણ કબ્જે કર્યો છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસનું માનવું છે કે મોબાઇલ ફોનમાંથી આખા બનાવ અંગે મહત્વની કડી સાંપડી શકે છે.

તેની સાથે પોલીસને ઘટનાસ્થળની નજીકના સીસીટીવી ફૂટેજ પણ ખંગાળવા માંડ્યા છે. નજીકના સીસીટીવી ફૂટેજમાંથી પણ આરોપીને લગતી કડી મળી જાય તેવો પોલીસને આશાવાદ છે. પોલીસે ચાર રસ્તા પરના અને નજીકના દુકાનોના તથા નજીકના સીસીટીવી ફૂટેજ ખંગાળવાનું શરૂ કરી દીધું છે. તેથી આગામી દિવસોમાં આ સીસીટીવી ફૂટેજ પોલીસે હત્યાના આ કેસમાં મહત્વની કડી પૂરી પાડી શકે છે.

આ આખી ઘટના બતાવે છે કે અમદાવાદ ધીમે-ધીમે કેવી રીતે ક્રાઇમ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યુ છે. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને કેવી નાની સરખી વાતમાં રહેંસી નાખે છે. પોલીસનું પણ માનવું છે કે ચાલમાં કોઈ કેમ ઘૂસ્યો તે જ કારણે હત્યા થાય તે માનવું અઘરું છે. આની પાછળ બીજું કંઈ કારણ પણ હોઈ શકે છે. તેથી જ ઘટનાની તલસ્પર્શી તપાસ જરૂરી છે.

પોલીસ આ કેસમાં અંગત અદાવત, આડાસંબંધ, છેતરપિંડી, દગો, વ્યાજખોરોની માથાકૂટ, કૌટુંબિક પ્રશ્નો જેવા બધા જ એન્ગલ ચકાસીને આ કેસની તપાસ કરી રહી છે. પોલીસને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં તેને મૃતકના મોબાઇલ ફોનમાંથી અને સીસીટીવી ફૂટેજમાં ચોક્કસ મહત્ત્વની કડી મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ મર્ડર કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી, DEOની નોટિસ સામે સ્કૂલની અરજી

આ પણ વાંચો: Riverfront Murder/વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન

આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી