Cricket Match/ એક ઓવરમાં છ સિક્સ ફટકારી દીપેન્દ્ર સિંહ બન્યો નવો સિક્સર કિંગ

યુવરાજના રેકોર્ડની બરાબરી કરી

Top Stories World

World News : ક્રિકેટ મેચમાં વધુ એક સિકસર કિંગ સામે આવ્યો છે. નેપાળના વિસ્ફોટક ખેલાડી દીપેન્દ્ર સિંહે એક ઓવરમાં 6 સિક્સ ફટકારી છે. દીપેન્દ્ર હવે ટી 20 ઈન્ટરનેસનલ ક્રિકેટમાં એક ઓવરમાં 6 સિક્સ ફટકારનારો દુનિયાનો ત્રીજો બેટ્સમેન બન્યો છે. અગાઉ ટીમ ઈન્ડીયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર કીરોન પોલાર્ડ આ કારનામુ કરી ચુક્યા છે. યુવરાજે સૌથી પહેલા ટી 20 વિશ્વકપ 2007માં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

નેપાળના વિસ્ફોટક બેટ્સમેન દીપેન્દ્ર સિંહે એસીસી મેન્સ પ્રીમિયર કપમાં સાતમી મેચમાં આ સિધ્ધિ હાંસલ કરી છે. આ મેચ ઓમાનના એઆઈ એમિરેટ ક્રિકેટ ગાર્ઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં સાતમી ઓવર કામરાન ખાન કરી રહ્યો હતો. જેમાં દીપેન્દ્રએ 6 બોલમાં 6 સિક્સ ફટકારી હતી. આ મેચમાં તેણે 21 બોલમાં 64 રન બનાવ્યા હતા. જેમાં તેણે 3 ચોક્કા અને 7 શાનદાર સિક્સ ફટકારી હતી. આ મેચમાં નેપાળે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 210 રન કર્યા હતા.

આ મેચમાં દીપેન્દ્રએ મંગોલીયા વિરૂધ્ધ 9 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ સાથે તેણે યુવરાજ સિંહનો ઝડપી અડધી સદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

નેપાળ માટે દીપેન્દ્રએ 57 ટી ટ્વેન્ટી અને 55 વન ડે મેચ રમી છે. જેમાં દીપેન્દ્રએ 1474 રન બનાવ્યા હતા. જેમાં તેનો સ્ટ્રાઈક રન રેટ 150 રહ્યો હતો. તે સિવાય 55 વન ડેમાં  896 રન બનાવ્યા હતા. ટા ટ્વેન્ટીમાં તેણે 32 અને વન ડેમાં 38 વિકેટ ઝડપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Israeli ship/ભારત આવી રહ્યું હતું ઈઝરાયલી જહાજ, ઈરાને સમુદ્રની વચ્ચેથી કર્યું કબજે ,બોટમાં 17 ભારતીયો પણ સવાર 

આ પણ વાંચો:Australia/ઓસ્ટ્રેલિયાના મોલમાં ચાકૂબાજી અને ફાયરિંગથી નાસભાગ

આ પણ વાંચો:Armed Forces/ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થયું તો કોણ જીતશે?