Australia/ ઓસ્ટ્રેલિયાના મોલમાં ચાકૂબાજી અને ફાયરિંગથી નાસભાગ

પાંચ લોકોના મોત, હુમલાખોર પણ માર્યો ગયો

Top Stories World
Beginners guide to 2024 04 13T160329.430 ઓસ્ટ્રેલિયાના મોલમાં ચાકૂબાજી અને ફાયરિંગથી નાસભાગ

Australian News : ઓસ્ટ્રેલિયાના શહેર સિડનીમાં ક શોપિંગ મોલમાં ચાકૂબાજીની ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે. આ બનાવમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય કેટલાય લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મિડીયા રિપોર્ટ મુજબ વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલ શોપિંગ સેન્ટરમાં આ બનાવ બન્યો હતો. જેમાં ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. પોલીસ રેસક્યુ ઓપરેશન ચલાવી રહી છે. ઓસ્ટ્રેલિયાની એક વેબસાઈટના રિપોર્ટ મુજબ નજરે જોનારાઓ જણાવ્યું હતું કે એક શખ્સે પોલીસ દ્વારા ગોળીબાર કર્યા પહેલા એક મહિલા અને તેના બાળક સહિત દુકાનદારોને બેરહમીથી ચાકૂ વડે હુમલો શરૂ કરી દીધો હતો.

અન્ય એક નજરે જોનારા શખ્સે જણાવ્યું કે પોલીસને અનેક દુકાનોમાં પિડીતોનો જાન બચાવતા સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ભીડથી ઉભરાતા મોલમાં ફર્શ પર ચારેબાજુ લોહી પડેલું દેખાતું હતું. ચાકૂબાજીની ઘટના બાદ શનિવારે સિડનીના વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન શોપિંગ સેન્ટરમાંથી અનેક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાય

ન્યુ સાઉથ વેલ્સ પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે ઈમરજન્સી સેવાઓને શનિવારે સાંજે 4 વાગ્યા પહેલા વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન પર બોલાવી લેવાઈ હતી. લોકેને આ વિસ્તારથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. આ ઘટના અંગે પોલીસ પુછપરછ કરી રહી છે.

સ્થાનિક મિડીયાના રિપોર્ટમાં એક છોકરી દ્વારા તેના માતા પિતાને મોકલાવાયેલા ટેક્સ્ટ મેસેજ બાબતે જણાવાયું છે, જેમાં લખ્યું હતું કે તેણે ગોળીઓનો અવાજ સાંભળ્યો છે, અને પોતાનો જીવ બચાવવા એક શોરૂમની અંદર સંતાયેલી છે. મોલની અંદર અન્ય દુકાનદારોએ પણ ઘટના બાદ લોકોને અંદર બોલાવીને શટર બંધ કરી દીધા હતા, જેથી તેમનો જીવ બચી શકે.

પોલીસે કહ્યું હતું કે ઘાયલ થયેલા કેટલાય અન્ય લોકોની હાલત ગંભીર છે. સોશિયલ મિડીયા પર શેર કરાયેલી પોસ્ટમાં લોકોને ગભરાયેલી હાલતમાં મોલની બહાર ભાગતા અને પોલીસની ગાડીઓ તથા ઈમરજન્સી સેવાઓને ઘટનાસ્થળે જતા દર્શાવાઈ છે.

ઓસ્ટેલિયાની ન્યુઝ વેબસાઈટ news.com.au ના રિપોર્ટમાં જણાવાયું છે કે જોની સેંટોસ અને કેવિન ત્જો વૂલવર્થ્સમાં ખરીદી કરી રહ્યા હતા. તે સમયે કોઈ એસ્કેલેટરથી નીચે આવ્યું અને બુમો પાડવા લાગ્યું કે એક શખ્સ લોકોને ચાકૂથી મારી રહ્યો છે. તે સમયે તેમણે લીલા રંગનો શર્ટ પહેરેલા એક શક્સને એસ્કેલેટરથી નીચે ભાગતા જોયો. આ શખ્સ ડ્રગ્સના નશામાં જણાતો હતો. તે લથડિયા ખાઈ રહ્યો હતો. હુમલાખોરને નિશાન બનાવીને ઉપરના માળે રહેલા લોકોએ તેનીપર બેલાર્ડ ફેંકવાનું શરૂ કર્યું. જેમાં બેલાર્ડ હુમલાખોરને વાગ્યા પણ ખરા. જેને પગલે તે એસ્કેલેટરથી ભાગી ગયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈદ પર પણ ઈઝરાયેલી હુમલા ચાલુ રહ્યાં; જેરૂસલેમ પર ઈરાન હુમલો કરી શકે છે: અમેરિકા

આ પણ વાંચો:Iran-Israel-America/ઇરાનની ઇઝરાયલ પર હુમલો કરવાની ધમકીથી અમેરિકાની ઊંઘ ઉડી, નાગરિકોને આપી સલાહ

આ પણ વાંચો:Pakistan/કરાચીમાં ઇદ તહેવાર પર લૂંટની ઘટનામાં 19 લોકોના મૃત્યુ, 55 ઇજાગ્રસ્ત