Latest Surat News/ ડિંડોલીમાં યુવાનને સ્ટંટ કરવો ભાડે પડ્યો, વિડીયો વાયરલ થતા પોલીસે પકડ્યો

સુરતના ડીંડોલી વિસ્તારમાં બોલેરોના બોનેટ પર ચડેલો યુવકનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 05 17T114729.796 ડિંડોલીમાં યુવાનને સ્ટંટ કરવો ભાડે પડ્યો, વિડીયો વાયરલ થતા પોલીસે પકડ્યો

@ દિવ્યેશ પરમાર

સુરતના ડીંડોલી વિસ્તારમાં બોલેરોના બોનેટ પર ચડેલો યુવકનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. જેમાં જોખમી રીતે યુવક બોનેટ પર બેઠો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસે તાત્કાલિક કામગીરી કરી હતી. અને બોનેટ પર બેસનાર અને બોલેરો ચલાવનાર ડ્રાયવરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરત પોલીસે જોખમી રીતે ડ્રાયવિંગ કરતા લોકો સામે લાલ આંખ કરી છે. જેમાં કાર ચાલકો અને બાઈક ચાલકો સામે ફોજદારી પગલાં લેવાયા છે. સગીરો બાઈક ચલાવતા ઝડપાયા હોય તો તેમના વાલી સામે પણ પગલાં લેવાયા છે. ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાં બોલેરો ગાડીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક ઈસમ બોલેરોના બોનેટ પર જોખમી રીતે બેઠો હતો. મને તેજ સમયે બોલેરોનો ડ્રાયવર બોલેરો ચલાવી રહ્યો હતો. આ દરમ્યાન રોડ પરથી પસાર થતા એક રાહદારીએ આ વીડિયો પોતાના મોબાઈલ માં કેદ કર્યો હતો. એટલુંજ નહીં બોનેટ પર બેસેલો યુવકને જ્યારે માલુમ પડ્યું કે તેમનો વીડિયો બનાવી રહ્યો છે ત્યારે તે તાત્કાલિક ચાલુ બોલેરો ગાડી માં અંદર ચાલી ગયો હતો. મહત્વનું છે કે આ સમગ્ર ઘટના નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ પ્રકાર ની જોખમી રીતે સવારી કરવાથી અકસ્માત થવાનો ખૂબ જ ભય રહે છે. અને તેમનાથી અન્ય લોકો નો જીવ જોખમ માં મુકાય છે. જોકે આ સમગ્ર ઘટના બન્યા બાદ વીડિયો વાયરલ થયા બાદ ડીંડોલી પોલીસ તાત્કાલિક એક્શન માં આવી હતી અને વીડિયો ના આધારે પોલીસે તાત્કાલિક શોધખોળ કરી અને મુકેશ સંજય બુવા અને નૌશાદ નઈમખાન આલમ ની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્વાતિ માલિવાલનું મેડિકલ ચેકઅપ કરાયું, ભાજપે કેજરીવાલનું રાજીનામું માંગ્યું

આ પણ વાંચો:ચાર ધામ યાત્રાને લઈ મહત્વના સમાચાર, VIP દર્શન પર પ્રતિબંધ લંબાવાયો

આ પણ વાંચો: ભારતના સ્ટાર ફૂટબોલર કેપ્ટન સુનીલ છેત્રીએ કરી નિવૃત્તિની જાહેરાત, આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કરશે અલવિદા