Uttarakhand News: ચાર ધામ યાત્રા શરૂ થઈ ચૂકી છે મોટી સંખ્યામાં ભક્તોની ભીડના કારણે સરકારે મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે હવે 31 મે સુધી વીઆઈપી દર્શન પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ વધુ એક આદેશ જારી કર્યો છે.
ચારધામ (કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી)ના દર્શન કરવા જનારા લોકો દર્શન અને યાત્રાને લઈ દ્રશ્યોને ફોનમાં કેદ કરતા હોવાથી અન્ય શ્રદ્ધાળુઓને ઘણી તકલીફ પડતી હોવાનું જાણવા મળ્યું હતું. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં મંદિરની અંદર હવે શ્રદ્ધાળુઓ પોતાના 31 મે સુધી VIP દર્શન થઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે ભક્તો મંદિરના 50 મીટરની ત્રિજ્યામાં રીલ અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
નોંધનીય છે કે ચાર ધામ યાત્રા પર હાલ સુધીમાં 3 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. તેથી ચાર ધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ VIP દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવ્યો છે, જેથી તમામ શ્રદ્ધાળુઓ સરળતાથી ચાર ધામના દર્શન કરી શકે.
In view of the huge crowd of pilgrims in the Char Dham Yatra, Uttarakhand Chief Secretary Radha Raturi has extended the ban on VIP darshan till May 31, so that all the devotees can easily visit the four Dhams. pic.twitter.com/u2GX19Ap8n
— ANI (@ANI) May 17, 2024
આ પણ વાંચો:મુંબઈના ઝેરી દારૂ કેસમાં 106 લોકોના મોત, કોર્ટે 4 દોષિતોને સજા ફટકારી
આ પણ વાંચો:સચિન તેંડુલકરના બોડીગાર્ડે કરી આત્મહત્યા, મુંબઈ જતા પહેલા ગોળી મારી ટુંકાવ્યું જીવન
આ પણ વાંચો:કંગના રનૌત vs સ્મૃતિ ઈરાની vs હેમા માલિની: ભાજપની સૌથી વધુ કરોડપતિ ઉમેદવાર