Not Set/ ખેડૂતોનું આંદોલન સફળ, PM મોદીએ 3 કૃષિ કાયદા પાછો ખેંચવાનો કર્યો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે. તેમણે આ સમયગાળા દરમિયાન ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. તેમણે આ મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોને ઘરે પરત ફરવાની અપીલ કરી હતી.

Top Stories India
PM Modi Farmer Protest
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન
  • 3 કૃષિ કાયદા પાછો ખેંચવાનો નિર્ણય
  • કૃષિ કાયદા સસ્પેન્ડ કરવાનો લીધો નિર્ણય
  • આ મહિને સંસદ સત્રમાં કાયદો પરત લેવાની પ્રક્રિયા હાથ ધરાશે
  • ખેડૂતોને આંદોલન પૂર્ણ કરવાની કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે. તેમણે આ સમયગાળા દરમિયાન ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. તેમણે આ મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોને ઘરે પરત ફરવાની અપીલ કરી હતી. આપને જણાવી દઈએ કે, કેટલાક ખેડૂત સંગઠનો આ ત્રણ કાયદાને પાછા ખેંચવા માટે લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે. શુક્રવારે સવારે જ વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કોરોના મહામારી દરમિયાન રાષ્ટ્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ 11મું સંબોધન કરી રહ્યા છે. PM મોદીએ કહ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશનાં ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશનાં ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, ખેડૂતોનાં કલ્યાણ માટે, અમારી સરકારે આ કાયદો દેશનાં કૃષિ જગતનાં હિતમાં, ગરીબો અને ગામડાનાં હિતમાં સંપૂર્ણ સમર્થન સાથે, ઉમદા હેતુ સાથે લાવ્યા હતા. પરંતુ અમે ખેડૂતોનાં હિત માટેની આટલી પવિત્ર વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. PM મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. વળી, PM મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે પાછા ફરો, ખેતરોમાં પાછા ફરો, પરિવારમાં પાછા ફરો, નવી શરૂઆત કરો.

આ પણ વાંચો – Lunar Eclipse 2021 / વર્ષનું અંતિમ અને આંશિક ચંદ્રગ્રહણ આજે, જાણો કઇ રાશિને કરશે અસર

PM નરેન્દ્ર મોદીએ કહ્યું- ખેડૂતોની સ્થિતિ સુધારવાના આ મહાન અભિયાનમાં દેશમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. અમારો ઉદ્દેશ્ય દેશનાં ખેડૂતોને, ખાસ કરીને નાના ખેડૂતોને વધુ શક્તિ આપવાનો હતો, તેમને તેમની ઉપજની યોગ્ય કિંમત મળે અને ઉત્પાદન વેચવાના મહત્તમ વિકલ્પો મળે. PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ મહિનાનાં અંતમાં શરૂ થઈ રહેલા સંસદનાં સત્રમાં અમે આ ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની બંધારણીય પ્રક્રિયા પૂરી કરીશું.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…