વાતાવરણમાં પલટો/ રાજ્યમાં આવી માવઠાની મુસિબત, ઘણા જિલ્લાઓમાં પડ્યો કમોસમી વરસાદ

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો થતા ઠંડીમાં પણ એકાએક વધારો થઇ ગયો છે. રાજ્યનાં પાટનગરની જો વાત કરીએ તો અહી બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે.

Top Stories Gujarat Others
કમોસમી વરસાદ

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો થતા ઠંડીમાં પણ એકાએક વધારો થઇ ગયો છે. રાજ્યનાં પાટનગરની જો વાત કરીએ તો અહી બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુરુવારે સવારનાં સમયે ઘણા વિસ્તારોમાં થોડો વરસાદ પડ્યો હતો. વળી અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.

કમોસમી વરસાદ

આ પણ વાંચો – Lunar Eclipse 2021 / વર્ષનું અંતિમ અને આંશિક ચંદ્રગ્રહણ આજે, જાણો કઇ રાશિને કરશે અસર

રાજ્યનાં વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારથી ઠંડીમાં પણ વધારો થઇ ગયો છે. એક તરફ ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યુ છે ત્યારે આ કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં વધુ ઠંડી પ્રસરી છે. જણાવી દઇએ કે, દેશનાં ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધવા લાગ્યું છે. આ અસર અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિયા થતાં સર્જાઈ છે. વાતાવરણમાં આવેલા આ ફેરફારથી ખેડૂતોની હાલત ખરાબ થઇ છે. તેમના માટે આ એક ખરાબ સમાચાર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં 18થી 21 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ સેવાઇ હતી. બે દિવસ પહેલાથી ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતનાં પાટણ, પાલનપુર, મહેસાણા, ગાંધીનગર સહિત નડિયાદ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સાથે કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. મોસમી વરસાદને પગલે કપાસ-ઘઉં-રાયડો-મકાઇ તુવેરના પાકને નુકસાન થવાનો ભય સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નવેમ્બરની મધ્યમાં માવઠુ થતાં શિયાળુ સિઝનને લઇને ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે.

1 2021 11 19T095911.789 રાજ્યમાં આવી માવઠાની મુસિબત, ઘણા જિલ્લાઓમાં પડ્યો કમોસમી વરસાદ

આ પણ વાંચો – મોટા સમાચાર / ખેડૂતોનું આંદોલન સફળ, PM મોદીએ 3 કૃષિ કાયદા પાછો ખેંચવાનો કર્યો નિર્ણય

જણાવી દઇએ કે, રાજ્યનાં સાબરકાંઠાનાં ઈડરમાં 2.59, વડાલીમાં 2.36 ઈંચ, મહેસાણાનાં ખેરાલુમાં 2.04 ઈંચ જ્યારે સાબરકાંઠાનાં ખેડબ્રહ્મામાં 1.81 ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર બારડોલી, વાપી, રાધનપુર, સતલાસણા, નાંદોદ, ઉંઝા, પોસિના, વિજયનગર, સાતલપુર, વડનગરમાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય દિયોદર, વડગામ, દહેગામ, બેચરાજી, ભરૂચ, કડી, કાંકરેજ, હારિજ, ચાણસ્મા,  શંખેશ્વર, પાલનપુર, સિદ્ધપુર, મહેસાણા, વિસનગર, પાટણ, દાંતામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.