Not Set/ સુરેન્દ્રનગર જિલ્લામાં બે વર્ષમાં 30 જેટલા બોગસ મુન્નાભાઇ એમબીબીએસ ઝડપાયા

જિલ્લાની ભોળી પ્રજામાં આરોગ્ય સાથે ચેડા કરતા નકલી તબીબોનો રાફડોગ્રામ્ય વિસ્તારોમાં નકલી તબીબો સાથે બોગસ લેબોરેટરીનું પણ દુષણ

Gujarat Others
Untitled 20 સુરેન્દ્રનગર જિલ્લામાં બે વર્ષમાં 30 જેટલા બોગસ મુન્નાભાઇ એમબીબીએસ ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લો ગેરકાનૂની કામો અને ગોરખધંધા કરતા તત્વો માટે મોકળુ મેદાન બની રહ્યો છે. ઝાલાવાડની ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરોનો પણ રાફડો ફાટયો છે. માર્ચ-2019થી અત્યાર સુધીમાં જિલ્લામાંથી 30 જેટલા બોગસ ડોકટરોને પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે રાજપરા ગામેથી વધુ એક બોગસ ડોકટર ઝડપાયો હતો.

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા અને તાલુકા મથકના પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના રાજમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને ભારે માઝા મૂકી છે. ત્યારે મનુષ્ય આરોગ્ય સાથે ચેડા કરવામાં પણ સુરેન્દ્રનગર જિલ્લો અવ્વલ નંબરના સ્થાન ઉપર હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોમાં બોગસ ડોક્ટરો મોટા પાયે રાફડો ફાટયો છે. ત્યારે બોગસ ડોક્ટરોને પકડવા માટેની પોલીસ તંત્રને ફરજિયાત પણે ફરજ બને છે. ત્યારે તેનો પર્દાફાશ કરે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ડોકટરોનો મોટી માત્રામાં રાફડો ફાટયો છે.

સુરેન્દ્રનગરનું વહીવટી તંત્ર જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ગુનાહિત શાખાઓ ડીવાયએસપીઓ, પી.આઈ., પી.એસ.આઈ. સહિતના તમામ જવાબદારી અધિકારીઓ આ અંગેની ખેવના કરી અને જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા આવા બોગસ ડોક્ટરોની ટીમોને તાત્કાલિક અસરે જિલ્લાના તાલુકા મથકોમાં નેટવર્ક ગોઠવી અને પર્દાફાશ કરે તેવી જનતામાંથી લોક માંગણી પણ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ડિગ્રી કે કોઈપણ જાતના તબીબી સર્ટીફીકેટ વગર સાવ સામાન્ય શિક્ષણ મેળવનારા તત્વો બોગસ ડોકટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની અવારનવાર ફરીયાદો ઉઠે છે. ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવા બની બેઠેલા ડોકટરને મોકળુ મેદાન મળી જતુ હોવાથી આવા તત્વો ગ્રામ્ય વિસ્તારોમાં અડીંગા જમાવી પ્રેકટીસ કરતા હોય છે. ધો-10 કે 12પાસ વ્યકિત પોતાને ડોકટર કહેવડાવી લોકોની સારવાર કરતા હોય છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, આવા ઉંટવૈદો કરતા બોગસ ડોકટરો દર્દીને લોહી ચડાવવાથી માંડીને ઈન્જેકશન આપવા, પ્રસુતિ કરાવવાની જેવી ગંભીર સારવાર પણ કરતા હોવાનું કહેવાય છે.

અમુક કિસ્સામાં દર્દીની હાલત વધુ ગંભીર જણાય તો તેની સાથે સાંઠગાંઠ ધરાવતા શહેરના અસલી ડોકટર પાસે દર્દીને મોકલી દે છે. નાની દુકાન કે ખોલીમાં પ્રેકટીસ કરતા આવા બોગસ ડોકટરો એલોપેથી દવાઓ આપતા હોય છે એલોપેથી દવાઓની કિંમત પણ વસુલતા હોય છે. ચોટીલા તાલુકાનાં રાજપરા ગામમાં એસ.ઓ.જી પોલીસે દરોડો પાડીને આવા જ એક બોગસ ડોકટરને ઝડપી પાડયો છે. માત્ર ધો 12પાસ જગદીશ સુરેશભાઈ રોજાસરા નામનો શખ્સ પોતે ડોકટર ન હોવા છતાં અને કોઈપણ જાતની તબીબી સારવાર અંગેનું સર્ટિફિકેટ તેની પાસે ન હોવા છતા પોતાને ડોકટર જાહેર કરી છેલ્લા પાંચ મહીનાથી પ્રેકટીસ કરતો હતો.

પોલીસે તેની અટક કરીને રૂા. 42,13ની કિંમતની એલોપેથી દવાઓ પણ જપ્ત કરી છે. માર્ચ-2019થી નવેમ્બર 2021 સુધીમાં જિલ્લામાંથી આવા 30 જેટલા બોગસ ડોકટરો ઝડપાયા છે જેનો અભ્યાસ કરવામાં આવે તો મોટાભાગના બોગસ ડોકટરો ગામડામાંથી ઝડપાયા છે. વઢવાણ, રાણાગઢ, દીગસર, નગરા, રાજચરાડી, દેવપરા, મોટી મજેઠી, છારદ, પરાલી, માલવણ, નારીચાણા, નરાળી, રાજગઢ, વસાવડા, ચુડા, ચુલીગામ, રાજપર, ઉપરીયાળા, વડગામ, દુદાપુર, થળા, બાવળી, નાનીકઠેચી, જેસડા, ભરાડા, સહીતના ગામોમાંથી આ બે વર્ષ દરમ્યાન પોલીસે બોગસ ડોકટરો પકડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

આ તો પાશેરામાં પુણી સમાન છે. પોલીસે 30 જેટલા બોગસ ડોકટર ઝડપી પાડયા છે. પરંતુ હજુ જીલ્લામાં ન ઝડપાયેલા બોગસ ડોકટર કેટલા હશે. તે તપાસનો અને ચિંતાનો વિષય છે આ બાબતે આરોગ્યતંત્ર, પોલીસતંત્ર દ્વારા સંયુકત રીતે ખાનગી રાહે ઓપરેશન હાથ ધરવામાં આવે તે ઈચ્છનીય છે. સુરેન્દ્રનગર શહેરમાં બોગસ લેબોરેટરીઓ પણ ધમધમી રહી છે. ત્યારે ખોટા રિપોર્ટની અનેક ફરિયાદો ઊઠવા છતાં પણ સુરેન્દ્રનગરનું આરોગ્ય તંત્ર નિષ્ક્રીય હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 100 કરતાં વધુ લેબોરેટરી આવેલી છે. જે પણ ડોક્ટરોના કમિશનથી ચાલતી હોવાની લોકતંત્રમાંથી ફરિયાદ ઉઠી છે.

બહારની દવા અને આ મેડિકલ સ્ટોરની દવામાં રકમમાં મોટો તફાવત રહેતો હોય છે. જેના કારણે ફળીભૂત થાય છે કે, એમાં પણ ડોક્ટરોનું મોટાપાયે કમિશન હોય તેવું હાલમાં દર્દીઓના સગાઓમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં જ્યાં મોટી મોટી હોસ્પિટલો આવેલી છે.ત્યાં પણ અંદર મેડિકલ સ્ટોર ખોલવામાં આવ્યો છે. જેમાં દર્દીઓને ફરજિયાત પણે દવા લેવાની ફરજ પાડવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ડોક્ટરોની સંખ્યા ઘટવાનાં કારણે ફરજિયાત પણે દર્દીઓને ખાનગી દવાખાનાનો સહારો લેવો પડે છે.