Not Set/ સેંકડો પેટી સાથે પકડાય બુટલેગર તો સિયાવિયા અને નિર્દોષને પકડીને પોલીસ ઠમઠોરે

સુરત, સુરતમાં પોલીસની દાદાગીરી કરતો વધુ એક વિડીયો વાઇરલ થતાં ઉચ્ચઅધિકારીઓને નીચું જોવાનો વારો આવ્યો છે. આ વિડીયોમાં તમે જોઇ શકો છે કે પોલીસ તેની વર્દીનો ખોટો પાવર બતાવી રહી છે. પોલીસ સૌ પ્રથમ એક યુવકને ચેકિંગ કરવા માટે ઉભો રાખે છે અને બાદમાં તેની ફેટ પકડીને તેના પગના ભાગે 2 ડંડા મારે છે. 31 […]

Top Stories Gujarat Surat Videos
mantavyamantavyanews 4 સેંકડો પેટી સાથે પકડાય બુટલેગર તો સિયાવિયા અને નિર્દોષને પકડીને પોલીસ ઠમઠોરે

સુરત,

સુરતમાં પોલીસની દાદાગીરી કરતો વધુ એક વિડીયો વાઇરલ થતાં ઉચ્ચઅધિકારીઓને નીચું જોવાનો વારો આવ્યો છે. આ વિડીયોમાં તમે જોઇ શકો છે કે પોલીસ તેની વર્દીનો ખોટો પાવર બતાવી રહી છે. પોલીસ સૌ પ્રથમ એક યુવકને ચેકિંગ કરવા માટે ઉભો રાખે છે અને બાદમાં તેની ફેટ પકડીને તેના પગના ભાગે 2 ડંડા મારે છે.

31 ડિસેમ્બરને કારણે રાજ્યભરમાં ઠેર ઠેર ચેકિંગ ચાલી રહ્યું છે તેવામાં ડિંડોલી પોલીસ રાત્રિ દરમિયાન ચેકિંગ કરવા દરમિયાન દાદગીરી કરી રહી છે. ચેકિંગમાં દારૂ પીધેલાનને પકડવાને બદલે પોલીસ નિર્દોષને પકડીને માર મારી રહી છે તે કેટલું યોગ્ય કહેવાય.

ઉલ્લેખનીય છે કે આ ઘટના 17 તારીખની હોવાનું સામે આવ્યું છે. જ્યારે હવે સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસ રાત્રિ દરમિયાન શું કરી રહી છે તેની પરથી પડદો ઉંચકાયો છે. એક તરફ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સેવા,સુરક્ષા અને શાંતિની વાતો કરી રહી છે તેવામાં પોલીસની આ પ્રકારની દાદાગીરી સામે પગલા ભરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.