Not Set/ મગફળી ગોડાઉનના આગ મુદ્દે LOP ધાનાણી અને ફાયરમેનનો ઓડિયો વાયરલ થયો

અમદાવાદ: વિધાનસભા વિપક્ષના નેતા (LOP) પરેશ ધાનાણી સાથે ફાયરમેનનો વાતચીત કરતો એક ઓડિયો વાઈરલ થયો છે. આ ઓડિયોમાં ગોંડલના શાપર ગોડાઉનમાં લાગેલી આગના મુદ્દે ફાયરમેન સાથે વાતચીતમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ વાતચીતમાં SDM અને ફાયર સુપરીટેન્ડેન્ટ પરના ગંભીર આરોપો સામે આવ્યા છે. તંત્રના દબાણના કારણે ફાયરબ્રિગેડની ટીમે કામ ધીમી ગતિમાં કર્યું હતું અને […]

Top Stories Gujarat Rajkot Others Trending Politics
LOP Paresh Dhanani and Fireman's audio were viral on issue of fire of the groundnut godown

અમદાવાદ: વિધાનસભા વિપક્ષના નેતા (LOP) પરેશ ધાનાણી સાથે ફાયરમેનનો વાતચીત કરતો એક ઓડિયો વાઈરલ થયો છે. આ ઓડિયોમાં ગોંડલના શાપર ગોડાઉનમાં લાગેલી આગના મુદ્દે ફાયરમેન સાથે વાતચીતમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ વાતચીતમાં SDM અને ફાયર સુપરીટેન્ડેન્ટ પરના ગંભીર આરોપો સામે આવ્યા છે. તંત્રના દબાણના કારણે ફાયરબ્રિગેડની ટીમે કામ ધીમી ગતિમાં કર્યું હતું અને ગોડાઉનમાં લાગેલી આગને ઝડપથી કાબૂમાં ન લેવામાં આવી હતી તેવું ફલિત થયું હોય તેમ લાગી રહ્યું છે.

ગોંડલના શાપર ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે થયો ખુલાસો

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સરકારી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયમાં સામે આવી છે. જે અંગે સરકાર અને વિપક્ષ દ્વારા એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. આ દરમિયાનમાં આ મામલે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો એક ઓડિયો વાઇરલ થઈ રહ્યો છે.

આ ઓડિયો ક્લિપમાં પરેશ ધાનાણી અને ફાયરબ્રિગેડના એક ફાયરમેન વચ્ચેની વાતચીત થઈ રહી છે. આ ઓડિયો ક્લિપમાં વિપક્ષના નેતા ધાનાણી અને ફાયરમેન વચ્ચે થયેલી વાતચીત રાજકોટ જિલ્લાના ગોંડલના શાપર ખાતેના સરકારી મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ અંગેની છે.

જેમાં ફાયરમેનના જણાવ્યા મુજબ સરકારી મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાંથી મગફળીને બચાવી શકાય તેમ હતી. પરંતુ તંત્રના દબાણના કારણે તેમ થઈ શક્યું ન હતું તેમ ફાયરમેને વાતચીતમાં જણાવ્યું હતું.

તંત્રનું દબાણ હોવાથી આગ ઓલવવામાં વિલંબ કરાયો હોવાનો થયો ખુલાસો

આ વાતચીતમાં ફાયરમેનની વાતચીત પરથી એવું ફલિત થઈ રહ્યું છે કે, ફાયરબ્રિગેડની ટીમની ઈચ્છા સરકારી મગફળીના ગોડાઉનને તોડીને આગને બુજાવવાની હતી. પરંતુ ફાયર સુપરીટેન્ડેન્ટ અને એસડીએમ વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો.

એસડીએમ સાથેના ઝઘડાને લઈને ફાયરબ્રિગેડની ટીમના પ્લાન પ્રમાણે શું કામગીરી થઈ શકી ન હતી?

આ ઓડિયો ક્લિપમાં થયેલી વાતચીત મુજબ ફાયરબ્રિગેડના સુપરીટેન્ડેન્ટ અને એસડીએમ વચ્ચે ઝઘડો થયા પછી ફાયરબ્રિગેડની ચાર ગાડી પરત રવાના થઈ ગઈ હતી.

આ વાતચીતમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, તંત્ર દ્વારા ફાયરબ્રિગેડના સ્ટાફને આવા ઈમરજન્સી કોલ દરમિયાન કલાક, બે કલાક લંચ બ્રેક લઈ લેવાની પણ સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં ફાયરબ્રિગેડને તેમની રીતે કામ કરવાની ના પાડવામાં આવી હતી.

જો વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ફાયરમેનની વાતચીતનો આ ઓડિયોની વિગતોમાં તથ્ય હોય તો સરકાર સામે આ મોટી આફતરૂપ બની શકે છે.