અમદાવાદ શહેરની ગતી પણ તેના વિકાસની જેમ પુરપાટ દોડતી જોવામાં આવે છે. શહેરની ગતીની સાથે સાથે શહેરમાં મોતની ગતીએ પણ માજા મુકી હોય તેવી રીતે અનેક વિવિધ અકસ્માતોમાં લોકો પોતાનાં જીવ ગુમાવી રહ્યા છે. ફરી એજ શહેરમાં બે મહિલાનાં અપમૃત્યુની ઘટના સામે આવી રહી છે.
પહેલા બનાવમાં શહેરનાં ખોખરા વિસ્તારમાં આવેલા ગંગા ક્વોટેજમાંથી યુવતીની લાશ મળી આવી છે. 27 વર્ષીય ઝીનલ પરમાર નામની યુવતીનો મૃતહેદ મળ્યો હોવાની વાતથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે, મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પ્રાથમીક તપાસ હાથ ઘરી છે, સામે આવતી વિગતો પ્રમાણે આત્મહત્યાની ઘટના જોવામાં આવી રહી છે, ત્યારે પોલીસ દ્વારા પ્રાથમીક તપાસમાં મોતનું કારણ આત્મહત્યા કે અન્ય તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે.
શહેરમાં બનેલી અપમૃત્યુની બીજી ઘટનામાં AMTS બસે એક મહિલાને અડફેટે લીધા. લાલ દરવાજા મામલતદાર ઓફિસ પાસે બસે મહિલાને અડફેટે લેતા AMTS બસની અડફેટે મહિલાનું મોત થયું છે. 65 વર્ષીય મહિલા રાજસ્થાનના બાસવાળાની રહેવાસી હતા. શહેરમાં ફરી સીટી બસે એક મહિલાનો જીવ લેતા ચકચાર મચી જવા પામ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…