Vaccine/ વેક્સિનેશનનું વટવૃક્ષ : પડકારનો સામનો ભારત કેવી રીતે કરશે?

ભારતમાં કોરોનાવાઈરસને રોકવા માટે 16 જાન્યુઆરીથી વેક્સિનશેનશ શરૂ થઈ રહ્યું છે. ફેઝ-1માં 3 કરોડ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન લાગશે. ત્યારબાદ 50 વર્ષથી

Top Stories India
vacc વેક્સિનેશનનું વટવૃક્ષ : પડકારનો સામનો ભારત કેવી રીતે કરશે?

ભારતમાં કોરોનાવાઈરસને રોકવા માટે 16 જાન્યુઆરીથી વેક્સિનશેનશ શરૂ થઈ રહ્યું છે. ફેઝ-1માં 3 કરોડ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન લાગશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો અને 50 વર્ષથી ઓછી ઉંમરના હાઈ રિસ્કમાં આવનારા 27 કરોડ લોકોને વેક્સિન અપાશે. અર્થાત ઓગસ્ટ 2021 સુધી 30 કરોડ લોકોનાં પ્રાયોરિટી લિસ્ટને વેક્સિન આપવાની તૈયારી છે.

વેક્સિનેશનનું વટવૃક્ષ

ક્યાં, કેવી રીતે અને ક્યારે લાગશે કોરોના વેક્સિન ?
દરેક ભારતીયના મનમાં સતાવી રહેલો પ્રશ્ન
કેન્દ્ર સરકારે દરરોજ 13 લાખને આપવી પડશે વેક્સિન
16મી જાન્યુઆરીથી વેક્સિનના થશે શ્રીગણેશ

ભારત સરકારે કોરોના સામેની લડાઇ મોટાભાગે જીતી લીધી છે, પરંતુ હવે ભારતીયને સુરક્ષિત રાખવા માટે કોરોના વેક્સિનેશનનો સૌથી મોટો પ્રોગ્રામ શરૂ થવા જઇ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે પ્રથમ ફેઝમાં 3 કરોડ અને બીજા તબક્કામાં 27 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવનારી છે. હવે મોદી સરકાર સામે પડકાર એ છે કે વિશ્વમાં ક્યારેય દૈનિક વેક્સિનેશનનું આટલા મોટા પ્રમાણમાં વેક્સિનેશન થયું નથી તે પ્રકારનું આયોજનબદ્ધ રસીકરણ સમગ્ર દેશમાં કરવાનું છે. સૂત્રોનું જો માનીએ તો ભારતમાં દૈનિક 13 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે.

વેક્સિનેશનનું વટવૃક્ષ

ચીન બાદ ભારતમાં થશે સૌથી મોટું વેક્સિનેશન
ચીનનો બે દિવસનો ડેટા ઉપલબ્ધ
ચીનમાં બે દિવસમાં 45 લાખ લોકોને વેક્સિન અપાઇ
હવે ભારતમાં દૈનિક 13 લાખ લોકોને અપાશે વેક્સિન

ચીન સિવાય કોઈ પણ દેશમાં આટલી મોટી સંખ્યામાં એક દિવસે વેક્સિનેશન થયું નથી. ચીનનો પણ 2 જ દિવસનો ડેટા ઉપલબ્ધ છે, જેમાં તેણે 22.5 લાખ લોકોને એક જ દિવસમાં વેક્સિનેટ કર્યા છે અને 2 દિવસમાં આશરે 45 લાખ લોકોને વેક્સિન આપી છે. અમેરિકામાં દરરોજ 5.37 લાખ અને યુકેમાં 4.72 લાખ લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ઓક્સફર્ડ/એસ્ટ્રેઝેનેકાના આશરે 10 કરોડ ડોઝ આપવાની તૈયારી કરી છે. આટલા જ ડોઝ ભારત બાયોટેક કોવેક્સિન પણ આપવાની છે. એક અંદાજ પ્રમાણે ઓગસ્ટ 2021 સુધી 30 કરોડ લોકોને વેક્સિનેટ કરવાનો ટાર્ગેટ પૂરો થઈ શકે છે.

વેક્સિનેશનનું વટવૃક્ષ

પડકારનો સામનો ભારત કેવી રીતે કરશે?
વેક્સિનેટરની ભૂમિકા રહેશે મહત્વપૂર્ણ
રાષ્ટ્રીયથી લઇ તાલુકા સ્તર સુધી અપાઇ તાલીમ
33 રાજ્યોના 615 જિલ્લામાં યોજાયો ડ્રાય રન

વેક્સિનેશનની આખી પ્રક્રિયામાં વેક્સિનેટરની ભૂમિકા મહત્ત્વની રહેશે. નેશનલ લેવલ પર ટ્રેનર્સને ટ્રેનિંગ અપાઈ છે, જેમાં 2360 માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં રાજ્યોના વેક્સિનેશન અધિકારી, કોલ્ડ ચેન અધિકારી, ડેવલપમેન્ટ પાર્ટનર્સ અને અન્ય લોકો સામેલ હતા. આશરે 61,000 પ્રોગ્રામ મેનેજર્સ, 2 લાખ વેક્સિનેટર્સ અને વેક્સિનેશન ટીમના 3.7 લાખ અન્ય મેમ્બર્સને ટ્રેનિંગ અપાઈ છે. તેમને રાજ્ય, જિલ્લા અને બ્લોક લેવલે ટ્રેનિંગ અપાઈ છે તો ઉપરાંત 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 615 જિલ્લા, 4895 સાઈટ્સ પર ડ્રાય રન કરવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…