કાર્યવાહી/ ભાજપે વિવાદાસ્પદ ટ્વિટના લીધે હરિયાણાના IT ઇન્ચાર્જ અરૂણ યાદવની કરી હકાલપટ્ટી,જાણો

હરિયાણા આઈટી સેલના ઈન્ચાર્જ અરુણ યાદવ વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીએ મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ ગુરુવારે તેમને પદ પરથી હટાવી દીધા હતા

Top Stories
5 15 ભાજપે વિવાદાસ્પદ ટ્વિટના લીધે હરિયાણાના IT ઇન્ચાર્જ અરૂણ યાદવની કરી હકાલપટ્ટી,જાણો

હરિયાણા આઈટી સેલના ઈન્ચાર્જ અરુણ યાદવ વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીએ મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ ગુરુવારે તેમને પદ પરથી હટાવી દીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2017માં તેમના દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટ બાદ વિવાદને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે હવે વાયરલ થયેલા જૂના ટ્વીટને કારણે સોશિયલ મીડિયા પર યાદવની ધરપકડની માંગ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં ભાજપે પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને નવીન જિંદાલ સામે પણ કડક કાર્યવાહી કરી હતી.

ભાજપના પ્રદેશ સચિવ ગુલશન ભાટિયા તરફથી મોડી સાંજે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં યાદવને પદ પરથી હટાવવાની વાત કહેવામાં આવી હતી. જોકે, તેણે આ માટે કોઈ કારણ જણાવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાર્ટીના એક નેતાએ સ્વીકાર્યું છે કે યાદવ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક અભિયાનને વેગ મળ્યો હતો. તેમની ધરપકડની માગણી કરતા હજારો ટ્વિટ કરવામાં આવી હતી.

પાર્ટીએ તાજેતરમાં પ્રવક્તા નૂપુર શર્માને પ્રોફેટ મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધી હતી.  નવીન જિંદાલને પણ શર્માને સમર્થન આપવા બદલ પાર્ટી દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. પયગંબર પરના નિવેદન બાદ દેશના ઘણા ભાગોમાં ભારે હોબાળો થયો હતો. તે દરમિયાન કેટલાક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલો પણ આવ્યા હતા. શર્મા વિરુદ્ધ દિલ્હી સહિત ઘણી જગ્યાએ ફરિયાદો પણ નોંધવામાં આવી હતી.