Not Set/ આગામી બે કલાકમાં દિલ્હી-NCR માં આંધી-વરસાદ: મૌસમ વિભાગની ચેતવણી

નવી દિલ્હી: મૌસમ વિભાગે આંધી-તોફાન અને વરસાદ માટે એલર્ટ જાહેર કર્યા છે. મૌસમ વિભાગના જણાવ્યા મુજબ આગામી બે કલાક દેશની રાજધાની દિલ્હી, NCR તેમજ હરિયાણાના રેવાડી,બાવલ, ભીવાની અને તેની આસ-પાસના વિસ્તારોમાં ભારે પવન અને આંધી સાથે વરસાદ પડવાના એંધાણ છે. અત્રે જણાવી દઈએ કે બુધવારે બપોરે આંધી અવવાથી ભયંકર ગરમીમાં રહેતા દિલ્હીના લોકોને થોડી રાહત મળી […]

Top Stories India Trending
Thunderstorm rain and winds in Delhi-NCR Alert by IMD

નવી દિલ્હી: મૌસમ વિભાગે આંધી-તોફાન અને વરસાદ માટે એલર્ટ જાહેર કર્યા છે. મૌસમ વિભાગના જણાવ્યા મુજબ આગામી બે કલાક દેશની રાજધાની દિલ્હી, NCR તેમજ હરિયાણાના રેવાડી,બાવલ, ભીવાની અને તેની આસ-પાસના વિસ્તારોમાં ભારે પવન અને આંધી સાથે વરસાદ પડવાના એંધાણ છે.

અત્રે જણાવી દઈએ કે બુધવારે બપોરે આંધી અવવાથી ભયંકર ગરમીમાં રહેતા દિલ્હીના લોકોને થોડી રાહત મળી હતી. આ પહેલા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

કેરળના તટીય વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થયાના કલાકોમાંજ ઉતર અને દક્ષિણ બંને ક્ષેત્રોની મૌસમમાં અચાનક પલટો આવી ગયો છે. ઉતરાખંડની રાજધાની દહેરાદુન સહીત રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ શરુ થઇ ગયો છે. કર્ણાટકમાં ઝડપી પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો.

દક્ષીણ-પશ્ચિમ ચોમાસાની ૨૮ મે ની રાતે કેરળના તટીય વિસ્તારો ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મૌસમ વિભાગનું અનુમાન હતું કે ચોમાસું આગામી તા.૧ લી જૂનના રોજ આવશે, પરંતુ ત્રણ દિવસ પહેલાં જ આગમન થઇ ગયું હતું, જેના કારણે દેશભરના લોકોને રાહત મળી હતી.

મૌસમ વિભાગે તાજેતરમાં તેનું અનુમાન જાહેર કરતા જણાવ્યું કે દેશના અલગ-અલગ ભાગોમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે, ક્યાં રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે.

મૌસમ વિભાગનું અનુમાન છે કે સામાન્ય અને સમય પહેલા આવેલું ચોમાસું આ વર્ષે ખરીફ પાક માટે વરદાન સાબિત થશે, અને સાથેજ દેશની અર્થવ્યવસ્થાને મજબુત કરવાનું કામ કરશે. દક્ષિણ -પશ્ચિમ ચોમાસુ દેશની ૨.૫ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા માટે વરસાદના રૂપમાં રક્ત-સંચારનું કામ કરે છે.