ગુજરાત/ સુરતના ગીતા જયંતી દિવસે બન્યો વર્લ્ડ રેકોર્ડ

ગીતા જયંતી નિમિત્તે સુરત શહેરમાં 11હજાર જેટલી ગીતાબેનનો એકઠી કરવામાં આવી હતી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2023 12 22T174911.190 સુરતના ગીતા જયંતી દિવસે બન્યો વર્લ્ડ રેકોર્ડ

@દિવ્યેશ પરમાર 

Surat News: ગીતા જયંતી નિમિત્તે સુરત શહેરમાં 11હજાર જેટલી ગીતાબેનનો એકઠી કરવામાં આવી હતી. સુરત શહેર તેમજ ગુજરાત અને ભારતભરમાંથી અલગ અલગ જગ્યાએથી ગીતાબેનને સુરત ખાતે બોલાવવામાં આવ્યા હતા. તેમનું સન્માન કરી ગીતા જાગૃતિ માટેનો એક સંદેશ આપવામાં આવ્યો હતો એટલે મોટી સંખ્યામાં ગીતાબેન નામની મહિલાઓ એકથી થતા વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો.

YouTube Thumbnail 2023 12 22T174845.797 સુરતના ગીતા જયંતી દિવસે બન્યો વર્લ્ડ રેકોર્ડ

સુરત શહેરમાં ગીતા જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરતના ગોપીન ગામ ખાતે એક ટ્રસ્ટ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. જેમાં એક જ નામની મહિલાઓ એક સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે પ્રકારનો રેકોર્ડ સુરતના નામે થયો હતો.ગીતા જયંતી હોવાથી સુરત શહેરમાં આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં એક ટ્રસ્ટ દ્વારા ગીતા જાગૃતિ અંગે લોકોને માર્ગદર્શન મળે તેમજ જાગૃતિ ફેલાય તે માટે સમગ્ર દેશ અને વિદેશમાં પણ ગીતા જયંતીના દિવસે ગીતા નામની મહિલાઓને એકઠા થવા માટે સુરત ખાતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

YouTube Thumbnail 2023 12 22T174932.511 સુરતના ગીતા જયંતી દિવસે બન્યો વર્લ્ડ રેકોર્ડ

અત્યાર સુધીમાં વિશ્વ રેકોર્ડ 2300 જેટલી મહિલાઓ એક જ નામની એક જ જગ્યાએ ભેગી થઈ હોવાનો બન્યો હતો. જે સુરતમાં આ રેકોર્ડ બ્રેક કરવામાં આવ્યો હતો અને 11 હજાર જેટલી ગીતાબેન નામની મહિલાઓ એક જ જગ્યા પર એક જ સમયે ઉપસ્થિત થઈ હતી.જેથી આ વર્લ્ડ રેકોર્ડ સુરતના નામે થયો છે. આ કાર્યક્રમમાં લોકોને ગીતાનું જ્ઞાન થાય અને તેમના પ્રત્યે જાગૃતિ વધે તે માટે થઈ અને આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં 11 હજાર જેટલી ગીતાબેન નામની મહિલાઓ તેમજ સુરત શહેરના મેયર સહિત નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી