Amit Shah Fake Video/ તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે પાઠવ્યું સમન્સ, અમિત શાહના ‘એડિટ’ વીડિયો સાથે સંબંધિત કેસ

દિલ્હી પોલીસના IFSO યુનિટે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને સમન્સ મોકલ્યું છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 04 29T161348.450 તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે પાઠવ્યું સમન્સ, અમિત શાહના 'એડિટ' વીડિયો સાથે સંબંધિત કેસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોના મામલામાં હવે દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી છે. દિલ્હી પોલીસના IFSO યુનિટે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને સમન્સ મોકલ્યું છે. તેલંગાણાના સીએમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસના આ યુનિટે સીએમ રેવંત રેડ્ડીને 1 મેના રોજ તપાસમાં સામેલ થવા કહ્યું છે. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને એ પણ માહિતી આપી છે કે દિલ્હી પોલીસે મુખ્યમંત્રીને તેમનો મોબાઈલ ફોન સાથે આવવા કહ્યું છે જેના દ્વારા નકલી વીડિયો X પર શેર કરવામાં આવ્યો હતો.

અત્રે જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. આ મામલે દિલ્હી પોલીસે રવિવારે ફરિયાદ મળ્યા બાદ કેસ નોંધ્યો હતો. ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો ઉપરાંત દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈટી એક્ટ હેઠળ પણ કેસ નોંધ્યો હતો. સ્પેશિયલ સેલ સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે હવે પોલીસ આ કેસમાં દેશના અલગ-અલગ સ્થળોએથી ધરપકડ કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:2976 અશ્લીલ વીડિયો ધરાવતી પેનડ્રાઈવ શોધવાના દાવાથી ખળભળાટ

આ પણ વાંચો:ભાજપની લહેર ચૂંટણીમાં કોંગ્રેસના માઈલસ્ટોન વિજયને આપી શકશે માત, શુંNDA 400નો આંકડો પાર કરી શકાશે!

આ પણ વાંચો:શ્રીમાધોપુરમાં કિન્નર સાથે હેવાનિયત, પ્રાઈવેટ પાર્ટમાં મળ્યું કંઇક આવું….

આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ‘સુરતવાળી થઈ’, કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ નામાંકન પાછું ખેચી ભાજપમાં જોડાયા