Loksabha Electiion 2024/ ભાજપની લહેર ચૂંટણીમાં કોંગ્રેસના માઈલસ્ટોન વિજયને આપી શકશે માત, શુંNDA 400નો આંકડો પાર કરી શકાશે!

દેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપની લહેર જોવા મળે છે. છતાં પણ આઝાદી બાદ ચૂંટણીમાં કોગ્રેસે વિજય મેળવી હોવાના આંકડો વધુ છે. લોકસભા ચૂંટણીમાં હવે ત્રીજા તબક્કાના મતદાનની રાહ જોવાઈ રહી છે.

Top Stories India
Beginners guide to 2024 04 29T154046.751 ભાજપની લહેર ચૂંટણીમાં કોંગ્રેસના માઈલસ્ટોન વિજયને આપી શકશે માત, શુંNDA 400નો આંકડો પાર કરી શકાશે!

દેશમાં લોકસભા ચૂંટણીમાં ભાજપની લહેર જોવા મળે છે. છતાં પણ આઝાદી બાદ ચૂંટણીમાં કોગ્રેસે વિજય મેળવી હોવાના આંકડો વધુ છે. લોકસભા ચૂંટણીમાં હવે ત્રીજા તબક્કાના મતદાનની રાહ જોવાઈ રહી છે. 19 એપ્રિલ અને 26 એપ્રિલના રોજ પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું. આ વર્ષે ચૂંટણીમાં ભાજપમાં ભરતીમેળો યોજાયો છે. આ વર્ષે કોંગ્રેસ, આપ પાર્ટી તેમજ અન્ય પક્ષોના વધુ ઉમેદવારો મોટાપાયે ભાજપમાં જોડાયા છે. છતાં પણ શું ભાજપ ચૂંટણીમાં કોંગ્રેસે મેળવેલ માઈનસ્ટોન વિજયને માત કરી શકશે. પીએમ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહેલ NDA પાર્ટીએ ‘અબ કી બાર BJP 370 પાર ઔર NDA 400 પાર’નું સૂત્ર અપનાવ્યું છે. શું ભાજપ 370 અને અને NDA 400 બેઠકો જીતી શકશે. જાણો કેવી રીતે ભાજપે કોંગ્રેસને માત આપવી પડશે.

ભાજપનું લક્ષ્ય

લોકસભા બેઠકોમાં 543માંથી ભાજપે જીત મેળવવા 68 ટકા બેઠકો પર નિશ્ચિતપણે જીત મેળવવી પડશે. કહી શકાય કે જીત મેળવવા ભાજપને દર 3 સીટમાંથી 2 સીટની જરૂર છે. આઝાદી બાદ કોંગ્રેસે 5 વખત લોકસભાની કુલ બેઠકો પર 68 ટકાથી વધુ બેઠકો પર જીત મેળવી હતી. આ વર્ષની લોકસભા ચૂંટણીમાં ભાજપે 543 બેઠકો પર 432 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. અને 10 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના હજુ બાકી છે. કોંગ્રેસના આ ભવ્યવિજયની સરખામણીએ કરીએ તો ભાજપે 370 કે 400નો આંકડો પાર કરવા 86 ટકા સ્ટ્રાઈક રેટની જરરૂ છે તેમ કહી શકાય. સરળ રીતે સમજીએ તો ભાજપે દર 10 બેઠકોમાંથી 9 બેઠકો પર જીત મેળવવાની રહેશે.

કોંગ્રેસની ઐતિહાસિક જીત

જણાવી દઈએ કે કોંગ્રેસે 1951માં કુલ 488 બેઠકોમાંથી 364 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે ત્યારબાદ 1957માં 494ની સામે 371, 1962માં 494ની સામે 361, 1971માં 518ની સામે 352 અને 1984માં 541ની સામે 414 બેઠકો પર જીત નોંધાવી હતી. આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો 74 ટકાથી લઈને 80ના સ્ટ્રાઈક રેટ સાથે જીત નોંધાવી હતી.

ચૂંટણીમાં પ્રદેશમાં વિભાજિત સમીકરણો
હાલમાં ચૂંટણીના સમીકરણ જોઈએ તો દેશને 5 રાજકીય ક્ષેત્રમાં વિભાજિત કરાયો છે. જેમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ઉત્તર-પૂર્વ. ઉત્તરોત્તર લોકસભાની બેઠકોમાં વધારો થયો છે. આ વર્ષે 543 બેઠકો પરના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસનો ચૂંટણીમાં વિજયના માઈલસ્ટોનમાં ઉત્તરભારતનો ફાળો વધુ રહ્યો છે. ભાજપે પણ ઉત્તરભારત તરફ ધ્યાન આપતા ઓછામાં ઓછી 174 બેઠકોની જીતનો લક્ષ્યાંક રાખવો જોઈએ.

ઉત્તરભારતવિસ્તાર

જો કે ભાજપે આ વર્ષે ઉત્તરમાં 206 ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપે કોંગ્રેસને માત આપવા 85 ટકાના સ્ટ્રાઈક રેટ સાથે ઉત્તરભારતમાં 174 બેઠકો જરૂરથી હાસિલ કરવી પડશે. જણાવી દઈએ કે ભાજપે 2019માં ઉત્તરમાં 208 ઉમેદવારો ઉભા રાખ્યા હતા જ્યારે 183 ઉમેદવારો જીત મેળવી શકયા હતા. કહી શકાય કે 2024માં ભાજપ માટે ભલે ઉત્તરભારત સુરક્ષિત માનવામાં આવતું હોય છતાં બેઠકો જાળવી રાખવાનો પડકાર અવશ્ય પાર્ટી પર છે.

પૂર્વભારત વિસ્તાર

કોગ્રેસે લોકસભા ચૂંટણીમાં પૂર્વ ભારતમાં 28 ટકા બેઠકો પર જીત મેળવી છે. અને આ ક્રમને માત આપવા ભાજપે અવશ્યપણે 46 ટકાના સ્ટ્રાઇક રેટ સાથે 29 બેઠકો પર જીત મેળવવાની રહેશે. આ વિસ્તારમાં ભારતે 2019માં 63 ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને 41 ના સ્ટ્રાઈક રેટ સાથે 26 બેઠકો પર જીત મેળવી હતી.આથી કહી શકાય કે આ વર્ષે જો ભાજપ પૂર્વ ભારતમાં થોડું દબાણ વધારે તો અવશ્ય વધુ બેઠકો જીતી શકશે. આ વર્ષે ભાજપે પૂર્વ ઝોનમાં 63 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. અને 29 બેઠકો પર જીત મેળવવા 46 ટકાના સ્ટ્રાઈક રેટ સાથે ચૂંટણી લડવી પડશે.

દક્ષિણભારત વિસ્તાર

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે દક્ષિણભારતમાં 54થી 75 ટકાના સ્ટ્રાઈક રેટ સાથે 5 વર્ષોમાં કુલ બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર જીત મેળવી હતી. એક અંદાજ મુજબ કોંગ્રેસે 370 બેઠકોમાંથી 71 બેઠકો પર જીત મેળવી હતી. તેના અનુસંધાને ભાજપે પણ દક્ષિણ ભારતમાં મહત્તમ જીતનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા ઓછામાં ઓછી 71 બેઠકો પર જીત મેળવવાની રહેશે. આ વર્ષની લોકસભા ચૂંટણીમાં ભાજપે દક્ષિણ ભારતમાં 84 ઉમેદવારો ઉભા રાખ્યા છે. અને જો જીત મેળવવી હોય તો 80ટકાના સ્ટ્રાઈક રેટ સાથે અવશ્ય 71 બેઠકો જીતવી જ પડશે. ગત ચૂંટણીની વાત કરીએ તો 2019માં ભાજપે 90 ઉમેદવારોને મેદાનમાં ઉતારી 32 ટકાના સ્ટ્રાઈક રેટ સાથે 29 બેઠકો પર જીત મેળવી હતી.

પશ્ચિમભારત વિસ્તાર

ચૂંટણીમાં વિભાજિત થયેલ પશ્ચિમ ભારતનું સમીકરણ જોઈએ તો આ વર્ષે ચૂંટણીમા ભાજપે 56 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. અને 42 બેઠકો પર જીત મેળવવા 75ટકાના સ્ટ્રાઈક રેટ સાથે ચૂંટણી લડવી પડશે. 2019માં ભાજપે આ ક્ષેત્રમાં 55 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ વિસ્તારમાં કોંગ્રેસની વાત કરીએ તો જ્યારે પણ કોંગ્રેસને 370થી વધુ બેઠકો પર જીત મળી છે ત્યારે આ વિસ્તારમાંથી 42 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસના આ લક્ષ્યાંકને પછાડવા ભાજપે 2019નું પ્રદર્શન જાળવી રાખવું પડશે અથવા વધુ સારું કરવું પડશે.

ઉત્તરપૂર્વ વિસ્તાર

ઉત્તરપૂર્વ વિસ્તારનું આંકલન કરીએ તો કોંગ્રેસે 5 વખત વિજય મેળવ્યો તેમાં 46 ટકાથી 79 ટકાના સ્ટ્રાઈક રેટ સાથે જીત હાસિલ કરી છે. ઉત્તરપૂર્વ ઝોનમાંથી 11 બેઠકો પર જીત મેળવી છે. આ વર્ષે ભાજપે આ વિસ્તારમાંથી 18 ઉમેદવારોની જાહેરાત કરી છે. અને જીત મેળવવા 62 ટકાના સ્ટ્રાઈક રેટ સાથે 11 બેઠકો પરથી નિશ્ચિત જીત મેળવવી જ પડશે. 2019માં ભાજપે આ વિસ્તારમાંથી 20 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 70 ટકાના સ્ટ્રાઈક રેટ સાથે 14 બેઠકો પર જીત મેળવી હતી.

રાજકીય વિશ્લેષણ

ચૂંટણીમાં કોંગ્રેસના માઈલસ્ટોન વિજયનું આંકલન કરતાં ધ્યાનમાં આવે કે જ્યારે પણ કોંગ્રેસે 370થી વધુ બેઠકો પર જીત મેળવી છે ત્યારે દેશના તમામ પાંચ ઝોનમાં સરેરાશપણે બેઠકો જીતી છે. એટલે કે કોઈપણ વિસ્તારમાં કોંગ્રેસનો દેખાવ સાવ કંગાળ નથી રહ્યો. જ્યારે ભાજપની વાત કરીએ તો તેનાથી વિપરીત 2014 અને 2019માં ભાજપ ઉત્તર, પશ્ચિમ અને ઉત્તર-પૂર્વમાં મજબૂત છે પરંતુ દક્ષિણ અને પૂર્વમાં પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે. 2019માં કોંગ્રેસને કર્ણાટકમાંથી જ પ્રચંડ જીત મળતાં પાર્ટીના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.

રાજકીય વિશ્લેક કહે છે કે ભાજપ એક પ્રદેશમાં ખૂબ ટોચ પર છે તો કેટલાક પ્રદેશમાં તેનો ગ્રાફ સાવ નીચો છે. જેની સામે કોંગ્રેસની આ 5 જીતના સમીકરણો જોઈએ તો તમામ પ્રદેશોમાં તેનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. ક્યાંય ના તો નબળું અને કયાંય વધુ ટોચ ઉપર. કોંગ્રેસના વિજયના આ સમીકરણ ઉપરથી બોધપાઠ લઈ ભાજપે પણ તમામ વિસ્તારોમાં સરેરાશ પ્રદર્શન કરવું પડશે તો જ તે પોતાના મહાન લક્ષ્યાંક 370 કે 400ને પાર કરી શકશે. એકંદરે કહી શકાય કે ભલે દેશમાં ભાજપ અને મોદી લહેર હોય તો પણ કોંગ્રેસના પ્રદર્શનને સાવ અવગણી શકાય નહી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટકના ભાજપના સાંસદ વી. શ્રીનિવાસ પ્રસાદનું નિધન

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે સુનાવણી

આ પણ વાંચો:છઠ્ઠા તબક્કા માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે