Not Set/ કોઈ પણ ભારતને મુસ્લિમ દેશ બનાવવાની કોશિશ ન કરે : જસ્ટિસ સેન

નવી દિલ્હી, મેધાલય હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી છે જેને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. સ્થાયી રહેણાંક પ્રમાણપત્રને લઈ કરવામાં આવી રહેલી એક સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જસ્ટિસ એસ આર સેને કહ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માંગું છું કે, “ભારતને બીજો મુસ્લિમ દેશ બનાવવાની કોશિશ ન કરવી જોઈએ” તેઓએ વધુમાં કહ્યું, […]

Top Stories India Trending
Meghalaya Hc and Modi કોઈ પણ ભારતને મુસ્લિમ દેશ બનાવવાની કોશિશ ન કરે : જસ્ટિસ સેન

નવી દિલ્હી,

મેધાલય હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી છે જેને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. સ્થાયી રહેણાંક પ્રમાણપત્રને લઈ કરવામાં આવી રહેલી એક સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જસ્ટિસ એસ આર સેને કહ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માંગું છું કે, “ભારતને બીજો મુસ્લિમ દેશ બનાવવાની કોશિશ ન કરવી જોઈએ”

SR Sen કોઈ પણ ભારતને મુસ્લિમ દેશ બનાવવાની કોશિશ ન કરે : જસ્ટિસ સેન
national-nrc-defective-doomsday-india-becomes-islamic- country-meghalaya-hc-justice

તેઓએ વધુમાં કહ્યું, “જો આ પ્રકારે ભારતને ઇસ્લામિક દેશ બનાવવાની કોશિશ થાય છે તો ભારત અને દુનિયા માટે આ સૌથી ખરાબ દિવસ હશે. પરંતુ મને વિશ્વાસ છે કે, પીએમ મોદીની સરકાર આ અંગે સમજશે”.

સ્થાયી રહેણાંક પ્રમાણપત્રને લઇ કર્યો આ આદેશ

સ્થાયી રહેણાંક પ્રમાણપત્રને હાથ ધરાયેલી સુનાવણી બાદ આદેશ આપતા તેઓએ કહ્યું, “જ્યાં સુધી કોઈ વ્યક્તિને રાજ્યમાં રહેવાનો હક છે ત્યાં સુધી તે પોતાના સ્થાયી નિવાસ અંગે આવેદન કરી શકે છે.

Meghalaya high court on parliamentry secretaries કોઈ પણ ભારતને મુસ્લિમ દેશ બનાવવાની કોશિશ ન કરે : જસ્ટિસ સેન
national-nrc-defective-doomsday-india-becomes-islamic- country-meghalaya-hc-justice

અત્રે ઉલ્લેખનીય છે કે, મેઘાલય હાઈકોર્ટના જસ્ટિસ એસ આર સેન દ્વારા આ આદેશ અમોન રાણાની પીટીશન પર આપવામાં આવ્યો છે. આ પહેલા અમોન રાણા દ્વારા સ્થાયી રહેણાંક પ્રમાણપત્ર આપવાને લઈ ઇન્કાર કર્યો હતો.

જસ્ટિસ સેને કહ્યું હતું કે, “હિંદુ, શીખ, જૈન, બુદ્ધ, ઈસાઈ, પારસી, ખાસી તેમજ જેન્તીયા કે જે ભારત આવી ચુક્યા છે, પરંતુ તેઓને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ભારત આવવાનું હતું. સાથે સાથે ભારતીય મૂળના જે લોકો બહાર રહે છે તેઓના હિત માટે કાયદો લાવવા માટે કેન્દ્ર સરકાર જરૂરી પગલા ઉઠાવે”.