મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટમાં મનપા ચૂંટણી પહેલાં મોટા સમાચાર
રાજકોટમાં પ્રથમવાર અશાંતધારો લાગુ
મહેસુલ વિભાગે બહાર પાડ્યું જાહેરનામુ
શહેરની 28 સોસાયટીઓમાં અશાંત ધારો
રેસકોર્સ રોડ, રૈયા રોડ અને એરપોર્ટ રોડની સોસાયટીમાં અશાંત ધારો લાગુ
સોસાયટીમાં સંપત્તિ વેચવા કલેક્ટરની મંજૂરી જરૂરી
રાજકોટમાં પહેલીવખત અશાંત ધારો લાગુ કરવાની નોબત આવી છે. રાજકોટ મનપાની ચૂંટણી પહેલા અશાંતધારો લાગુ કરાતા ચર્ચાનો વિષય બન્યો છે.અશાંત રાજકોટમાં પહેલીવખત અશાંતધારો લાગુ કરવાની નોબત આવી તેને લઈને અલગ અલગ ચર્ચા થઈ રહી છે. ગુજરાત સરકારના મહેસુલ વિભાગે જાહેરનામુ બહાર પાડીને રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરી દીધો છે. રાજકોટ મનપાની ચૂંટણી પહેલા રાજકોટમાં અશાંતધારો લાગુ કરાયો છે.
Corona Update / દેશમાંથી કોરોના જાય તેવા સંકેત, નવા કેસો 15,677 જ્યારે રિકવર…
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટમાં જે 28 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરાયો છે તેમાં રૈયા રોડ, એરપોર્ટ રોડ, રેસકોર્ષ રિંગ રોડ, છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરૂનગર, સિંચાઈનગર, ઈન્કમટેક્સ સોસાયટી, અવંતિકા પાર્કની સોસાયટીઓનો સમાવેશ થાય છે. મહેસુલ વિભાગના જાહેરનામા પ્રમાણે 12 જાન્યુઆરી 2026 સુધી અમલી રહેશે. હવે 28 સોસાયટીમાં મિલકત વેચાણ માટે કલેક્ટરની મંજૂરી જરૂરી છે.
Covid-19 / US અને UK માં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા …
આ માટે હવેથી રાજકોટની 28 સોસાયટીમાં હવે મિલકત વેચાણ માટે મંજૂરી જરૂરી છે. રાજકોટની રૈયા રોડ, એરપોર્ટ રોડ અને રેસકોર્ષ રિંગ રોડની 28 સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરાયો છે. રાજ્ય સરકારના મહેસુલ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરૂનગર, સિંચાઈ નગર સોસાયટી, ઇન્કમટેક્સ સોસાયટી, અવંતિકા પાર્ક, રેસકોર્ષ પાર્ક સહિતની 28 સોસાયટીનો સમાવેશ થાય છે. 13 જાન્યુઆરી 2021થી 12 જાન્યુઆરી 2026 સુધી અમલી રહેશે. સ્થાવર મિલકતનું હસ્તાંતરણ રાજકોટ જિલ્લા કલેકટરની મંજૂરી વગરનું હશે તો રદ્દબાતલ ગણાશે.
delhi / આ કારણથી દિલ્હીની મરઘા બજાર ખોલવા કેજરીવાલે કર્યો આદેશ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
