Vande Bharat: ગુજરાતને વધુ એક આધુનિક રેલ સૌગાત રૂપે અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ સેવા શરૂ થઈ છે. 16 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતીય રેલવે દ્વારા આ નવી ટ્રેનનો શુભ આરંભ કરવામાં આવ્યો, જે રાજ્યમાં ઝડપી, સુરક્ષિત અને વિશ્વસ્તરીય યાત્રાના નવા ધોરણો સ્થાપિત કરશે. આ ગુજરાતની છઠ્ઠી વંદે ભારત ટ્રેન છે, જે ક્ષેત્રીય કનેક્ટિવિટી મજબૂત બનાવશે અને પર્યટન તથા આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે.


સાંસદઓએ અને આગેવાનો દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવી
હિંમતનગર સ્ટેશન ખાતે સાંસદઓએ અને આગેવાનો દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. અસારવા સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં લોકપ્રતિનિધિઓએ આ નવી સેવા ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું. પોતાના સંબોધનમાં તેમણે રાજ્યમાં રેલવે આધુનિકીકરણ માટે ચાલી રહેલા વિશાળ પ્રોજેક્ટ્સ અને રેકોર્ડ બજેટ ફાળવણીનો ઉલ્લેખ કર્યો.
Vande Bharat :સારવાથી ઉદયપુર 4 થી 4.15 કલાકમાં પૂર્ણ
આ ટ્રેન અસારવાથી ઉદયપુર સુધીનો પ્રવાસ અંદાજે 4 થી 4.15 કલાકમાં પૂર્ણ કરશે, જે માર્ગ મુસાફરીની તુલનામાં વધુ ઝડપી અને આરામદાયક છે. ટ્રેનમાં રીક્લાઈનિંગ સીટો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોયલેટ, સ્વચાલિત પ્રવેશ-નિકાસ દ્વાર અને સીસીટીવી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

ટ્રેન નંબર 26964 અસારવાથી દરરોજ (મંગળવાર સિવાય) સાંજે 17:45 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 22:00 વાગ્યે ઉદયપુર પહોંચશે, જ્યારે 26963 ઉદયપુરથી સવારે 06:10 વાગ્યે નીકળી સવારે 10:25 વાગ્યે અસારવા પહોંચશે. માર્ગમાં હિંમતનગર, ડુંગરપુર અને જાવર સ્ટેશનો પર સ્ટોપેજ રહેશે.
આ પણ વાંચો:જૂનાગઢ ભવનાથ મેળામાં પોલીસે યુવાનનો જીવ બચાવ્યો
આ પણ વાંચો:મહાશિવરાત્રિ મેળામાં કીર્તિ પટેલનો કાંડ, નિરંજન અખાડા લાલઘૂમ
આ પણ વાંચો:ગુજરાત ભાજપનો મોટો સંગઠનાત્મક નિર્ણય, ત્રણ જિલ્લાઓમાં નવા પ્રમુખની વરણી
