Junagadh News/ મહાશિવરાત્રિ મેળામાં કીર્તિ પટેલનો કાંડ, નિરંજન અખાડા લાલઘૂમ

Kirti Patels અગાઉ પણ આવી વિવાદાસ્પદ પ્રવૃત્તિઓમાં સંકળાયેલી રહી ચૂકી છે

Gujarat Others
Kirti Patels

Junagadh News : ભૂતકાળમાં અનેક વખત વિવાદોમાં ઘેરાયેલી અને જેલનો અનુભવ કરી ચૂકેલી કીર્તિ પટેલ (Kirti Patel) ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે.મહાશિવરાત્રિના મેળા(Mahashivratri Fair)માં થયેલા વિવાદને લઈને સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે

મહાશિવરાત્રિના મેળામાં વિવાદ

મહાશિવરાત્રિના મેળા(Mahashivratri Fair)ના અંતિમ દિવસે, મૃગીકુંડ ખાતે સાધુઓના શાહી સ્નાન દરમિયાન કીર્તિ પટેલ (Kirti Patels)ભગવો વસ્ત્ર ધારણ કરીને પ્રવેશી ગઈ હતી. ત્યાં તેમણે સાધુઓ સાથે ‘હર હર મહાદેવ’ના નાદ કર્યા હતા. ઘટનાની જાણ તંત્રને થતાં જ સુરક્ષા કર્મચારીઓએ તેમને સ્થળ પરથી દૂર કરી દીધી હતી.

કાયદેસર કાર્યવાહી અંગે સંકેત

પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે સાધુ-સંતો સાથે ગેરરીતિથી જોડાયેલી પ્રવૃત્તિ અને નિયમોના ભંગ અંગે ચર્ચા કરવામાં આવશે. જો કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હોવાનું સાબિત થશે, તો કીર્તિ પટેલ (Kirti Patels)સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સૂત્રો મુજબ, મૃગીકુંડમાં થયેલી ઘટનાથી સંકળાયેલો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કીર્તિ પટેલ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત બે મહિલા PI સાથે ઉગ્ર ભાષામાં બોલતી અને અયોગ્ય વર્તન કરતી દેખાય છે. આ મામલે જુનાગઢના એસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

નિરંજન અખાડાના સાધુઓમાં રોષ

ઘટનાને લઈને નિરંજન અખાડાના સાધુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું કે સનાતન ધર્મ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. સાધુઓએ આક્ષેપ કર્યો કે કીર્તિ પટેલ(Kirti Patels) અગાઉ પણ આવી વિવાદાસ્પદ પ્રવૃત્તિઓમાં સંકળાયેલી રહી ચૂકી છે.

તમામ અખાડાઓને બોલાવી કઠોર કાર્યવાહી કરવાની માંગ

સાધુઓએ ચેતવણી આપી છે કે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો તમામ અખાડાઓને એકત્રિત કરીને કઠોર કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલો ધાર્મિક અને સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બની રહ્યો છે.


આ પણ વાંચો : જૂનાગઢ ગિરનારની તળેટીમાં આજથી ‘મહાશિવરાત્રી મેળા’નો ભવ્ય પ્રારંભ, પ્રથમવાર યોજાશે ‘ડમરુ યાત્રા’

આ પણ વાંચો : જૂનાગઢઃ ગિરનાર નેચર સફારી રહેશે બંધ શિવરાત્રીના મેળામાં નેચર સફારી રહેશે બંધ 14થી18 ફેબ્રુ. સુધી ગિરનાર સફારી રહેશે બંધ વન વિભાગ સ્ટાફ મેળામાં વ્યસ્ત

આ પણ વાંચો : ભવનાથ ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળાની ભવ્ય શરૂઆત,  મહાઆરતી, શાહી સ્નાન અને ત્યારબાદ યોજાશે શાહી રવાડી