એક તરફ સરકાર જાહેર જનતા ની ચિંતા હોય તેમ લોકો પાસે કાયદાનું કડક અમલ કરાવે છે, જયારે આપણું ભવિષ્ય જેવા નાના ભૂલકાની કોઈ ચિંતા નથી, મોબાઈલ ટાવરના રેડિયેશનથી પક્ષી પણ ભાન ભૂલી જાઈ છે, ત્યારે તેવા ખતરનાક રેડિએશન વાળા મોબાઈલ ટાવર શાળા ઉપરજ લગાવી ને નાના વિદ્યાર્થી ની જિંદગી સાથે ચેડાં કરવા દેવા માં આવે છે
સામાન્ય કાયદા ના અમલવારી માટે સામાન્ય લોકો ને દંડતી સરકાર, વગવાળા લોકો ને કઈ કહેવા માટે અસમર્થ છે. ભલે તે લોકો ને ગમે તેવી રમત રમે. ત્યારે સરકારે સામાન્ય લોકો ને ધ્યાને લઈ ને કોઈ પણ ચમર બંધી ને પણ કાયદાનું ભાન કરાવે તે જરૂરી છે.
જેતપુર શહેર ની મધ્યમાં જ આવેલ આ શાળા ની ઉપર અને અંદાજિત 100 ફૂટ જેટલો ઊંચો મોબાઈનો ટાવર આવેલો છે. આ ટાવર બાબતે વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા માં આવી ચુકી છે, ત્યારે સ્કૂલ સંચાલકો પણ સ્વિકારે છે કે ટાવરને કારણે બાળકોને રેડીએશનની ઘણી આડ અસર થઈ શકે છે. જે બાળકોના ભવિષ્ય માટે નુકશાનકર્તા અને તુરંત ટાવર કાઢવા ની વાત ને સમર્થન આપે છે,
કાયદા મુજબ સ્કૂલ ઉપર મોબાઈલ ની મંજૂરી ના મળે તો આ ટાવર ને મંજૂરી આપી કોણે ..? આ બાબતે જેતપુર ના મામલતદાર ને પૂછવા આ આવ્યું, તો તેઓ આ બાબતે અજાણ હતા. પરંતુ આ અંગે બહુ જલ્દી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
રાજકોટ જિલ્લા ના જેતપુર ના દેસાઈ વળી વિસ્તાર માં આવેલ ચભાડીયા સ્કૂલ જેની અંદર ધોરણ 1 થી લઇ ને 10 સુધી ના વર્ગો ચાલી રહેલ છે, અને 550 થી 600 જેટલા નાના વિદ્યાર્થી ઓ અહીં અભ્યાસ કરે છે, શહેર ના મધ્યમાં રહેણાંક વિસ્તાર માં આવેલ આ શાળાની છત ઉપર જ ભયંકર રેડિએશન ધરાવતા મોબાઈલ ટાવર ઉભો કરવા માં આવેલ છે.
એક અભ્યાસ અનુસાર મોબાઈલ ટાવર નું રેડિએશન એ મનુષ્ય માટે ખુબજ ઘાતક હોય છે, તેના રેડિએશન થી પક્ષીઓ ઉડતા સમયે દિશા નું ભાન ભૂલી જાય છે, સાથે સાથે આ મોબાઈલ ટાવર ના રેડિએશન થી લોકો ના જ્ઞાનતતું ની બીમારી સાથે કેન્સર જેવા ભયાનક રોગો નો પણ ખતરો છે, આમ છતાં આ મોબાઈલ ટાવર ને એક શાળા ની માટે લગાવી ને નાના વિદ્યાર્થી ઓ ના જીવ સાથે રમત રમવા માં આવી હોય તેવું લાગી રહ્યું છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
