Gujarat News : ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના 24 સફળ વર્ષોની ઉજવણી નિમિત્તે તા. 07 થી 15 ઓક્ટોબર,2025 દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી દરેક જિલ્લા દીઠ એક ‘વિકાસ રથ’નું આયોજન કરવામાં આવ્યું છે.
વિકાસ સપ્તાહ દરમિયાન ગુજરાતના ગામડે-ગામડે ફરીને આ વિકાસ રથ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત વિકાસ રથ દ્વારા નાગરિકોને ગુજરાત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોની માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ રથના માધ્યમથી રાજ્યના નાગરિકો ગુજરાતના સર્વગ્રાહી વિકાસની સાફલ્ય ગાથાથી પરીચી થઇ રહ્યો છે.
વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે જ વિવિધ જિલ્લામાં 34 વિકાસ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રથમ બે દિવસમાં આ વિકાસ રથ સાથે રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સાંસદ અને ધારાસભ્યઓ ઉપરાંત 1,600 થી વધુ સ્થાનિક પદાધીકારી-અધિકારીઓ અને 41,000થી વધુ નાગરીકો જોડાયા હતા. આ બે દિવસમાં વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં કુલ રૂ. 76.83કરોડથી વધુના 1,283 કામોના લોકાર્પણ તેમજ રૂ. 53.77કરોડથી વધુના 1,320 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વિકાસ રથના માધ્યમથી જ વિવિધ યોજનાના 11,400થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. 838લાખથી વધુની સહાય વિતરણ કરવામાં આવી હતી. સાથે જ, વિકાસ રથ સાથે જોડાયેલા 41,000 થી વધુ નાગરિકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” પણ લીધી હતી.
ગુજરાત સરકારની આ વિકાસ યાત્રામાં રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ વર્ગોને જોડવામાં આવી રહ્યા છે, જેથી “વિકસિત ભારત @ 2047”ના સંકલ્પને સાકાર કરવામાં દરેક નાગરિક પોતાનું મહત્તમ યોગદાન આપી શકે.
આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી
આ પણ વાંચો: સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી-કાર્યકર વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
આ પણ વાંચો: ટેક-પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસની વધુ એક સિધ્ધિ, 9 મહિનામાં 80 ગુનાઓના ભેદ ઉકેલ્યા
