Gandhinagar News/ વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં પાછલા 11 વર્ષમાં ISRO, ભારતે 90 થી વધુ સેટેલાઈટ લૉન્ચ કરવાની સફળતા મેળવી…

મુખ્યમંત્રી સાથે ISROના ચેરમેન વી. નારાયણને બેઠક યોજીને ISROની તથા અમદાવાદના અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રની વિવિધ સિદ્ધિઓની ચર્ચા કરી…

Gujarat Gandhinagar

Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં પાછલા 11 વર્ષમાં ભારતે 90 થી વધુ સેટેલાઈટની સફળતા મેળવી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ISROના ચેરમેન વી. નારાયણને વન ટુ વન બેઠક યોજીને ISROની તથા અમદાવાદના અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રની વિવિધ સિદ્ધિઓની ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની પ્રેરણા અને સતત માર્ગદર્શનથી ISROએ પાછલા 11 વર્ષમાં 90 થી વધુ સેટેલાઈટ (Sattellite)ની સફળતા મેળવી છે.

એટલું જ નહીં, ભારત અવકાશ સંશોધન ક્ષેત્રે વિકસિત રાષ્ટ્રની હરોળમાં આત્મનિર્ભરતા સાથે ઊભું રહ્યું છે તેમ પણ તેમણે મુખ્યમંત્રી (CM Patel))ને જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ISROની આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વડાપ્રધાને સ્પેસ સેક્ટર (Space Sector)માં પ્રાઇવેટ પ્લેયર્સ માટે પણ જે તકો આપી છે તે માટે પ્રશંસા કરી હતી.

ગુજરાતમાં ISROને જરૂરી જમીન માટેની દરખાસ્ત અંગે પણ મુખ્યમંત્રીએ રાજ્ય સરકારનો પોઝિટિવ એપ્રોચ દર્શાવ્યો હતો.

મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ અગ્ર સચિવ મમતા વર્મા તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, ડી.એસ.ટી. સચિવ પી. ભારતી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદી અને સ્ટારમર આજે વિઝન 2035 સહિત દ્વિપક્ષીય મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો:UKમાં નોકરીની લાલચ આપીને અમદાવાદના દંપતી સાથે 48 લાખની છેતરપિંડી

આ પણ વાંચો:PM મોદી UK-માલદીવ મુલાકાતે, FTA ડ્રાફ્ટ તૈયાર, સ્ટારમર સાથે વેપાર કરાર અંતિમ સ્વરૂપ