Himmatnagar news/ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર: હિંમતનગરની પોન્ઝી સ્કીમો મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ

સાબરકાંઠા હિંમતનગરમાં ‘ધ બીગબુલ’ પેઢી દ્વારા 4 લાખ રૂપિયાની પોન્ઝી સ્કીમ (Ponzi scheme) સામે આવી છે. મુખ્ય આરોપી જગદીશ ગોસ્વામી ફરાર, પોલીસે તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Breaking News
Ponzi scheme

Himmatnagar News:સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો (Ponzi scheme) રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ‘ધ બીગબુલ’ નામની પેઢીના સંચાલકો વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં જામવાના એક રોકાણકારને (Investor) ઊંચા વળતરની લાલચ આપીને રૂ.4 લાખની ડિપોઝિટ કરાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં મુખ્ય આરોપી જગદીશ ગોસ્વામી સહિત ત્રણ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ છે. જગદીશ ગોસ્વામી પ્રથમ ફરિયાદ નોંધાયા બાદથી જ ભૂગર્ભમાં ઊતરી ગયો છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

બીગબુલ પોન્ઝી સ્કીમ (Ponzi Scheme) વિરુદ્ધ ગુનો નોંધાયો

Ponzi scheme

આ ઘટના હિંમતનગરમાં (Himmatnagar) ચાલી રહેલી અનેક પોન્ઝી સ્કીમોની (Ponzi scheme) શ્રેણીનો ભાગ છે.અગાઉ BZ ગ્રુપ, AR કન્સલ્ટન્સી અને અન્ય સ્કીમોમાં કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસ સામે આવ્યા છે. BZ ગ્રુપના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત અનેક આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. આ તમામ સ્કીમોમાં રોકાણકારોને માસિક 3 થી 10 ટકા સુધીનું ઊંચું વળતર આપવાની લાલચ આપીને લોકોની મહેનતની કમાણી હડપ કરવામાં આવી છે.

Ponzi scheme

પોન્ઝી સ્કીમ એક પ્રકારનું નાણાકીય કૌભાંડ છે, જેમાં નવા રોકાણકારોના પૈસાથી જૂના રોકાણકારોને વળતર ચૂકવવામાં આવે છે. શરૂઆતમાં કેટલાક રોકાણકારોને વળતર આપીને વિશ્વાસ જગાવવામાં આવે છે, પરંતુ નવા રોકાણો ઘટે ત્યારે સ્કીમ પડી ભાંગે છે અને મોટા ભાગના રોકાણકારોના પૈસા ગાયબ થઈ જાય છે. આવી સ્કીમો RBI કે અન્ય નિયામક સંસ્થાઓની મંજૂરી વગર ચલાવવામાં આવે છે, જે કાયદેસર નથી.હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં આવી સ્કીમોનો ખુલાસો થતાં રોકાણકારોમાં ભારે રોષ ફેલાયો છે. અનેક રોકાણકારોની જીવનભરની બચત આ કૌભાંડોમાં ડૂબી ગઈ છે. પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે ટીમો રચી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠામાં લોકો બન્યા વધુ એક પોન્ઝી સ્કીમનો શિકાર